• Home
  • News
  • 23 દિવસ કોમામાં રહી, ભાનમાં આવી તો પતિ ચહેરો જોઇ ડરી ગયો, અત્યાર સુધી 22 સર્જરી કરાવી
post

બ્રસેલ્સ હુમલામાં પીડાની પ્રતીક બનેલી જેટ એરવેઝની નિધિ ચાફેકરની ‘અનબ્રોકન’ કહાની

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:13:19

મુંબઈઃ વર્ષ 2016, માર્ચ 22, સ્થળ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સનો એરપોર્ટ. તે દિવસે અહીં થયેલા આતંકી હુમલામાં 35 લોકોનાં મોત થયા હતા. ધમાકા વચ્ચે ત્યાં હાજર રહેલી જટ એરવેઝની ફ્લાઇટ એટેન્ડેન્ટ નિધિ ખુરાના ચાફેકર ગંભીર રીતે ઘવાઇ હતી. ભય અને પીડામાં ડૂબેલી તેની તસવીર વિશ્વભરના મીડિયામાં હુમલાની ભયાનકતાનું પ્રતીક બની ગઇ હતી. હુમલા પછી તે 23 દિવસ કોમામાં રહી, હવે 22 સર્જરીમાંથી પસાર થઇ ચૂકી છે. નિધિએ પોતાની આપવીતી અને દુ:ખમાંથી બહાર આવવાની સંઘર્ષ યાત્રા એક પુસ્તક અનબ્રેકનમાં લખી છે. જે તાજેતરમાં ડ રીલિઝ થઇ છે. આજે નિધિ જીવનથી નિરાશ લોકોને જીવનના સુંદર પાસાનો પક્ષ સમજાવે છે. તેમને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે.

અરીસામાં ચહેરો જોઈ ડરી ગઈ
બેલ્જિયમે નિધિને ગોડ મધરનું ટાઇટલ આપ્યું છે. ઘટના બાદ જ્યારે તેઓ કોમામાંથી બહાર આવ્યાં તો ડૉક્ટરોએ કહ્યું- નિઝિ માત્ર જીવિત છે, કારણ કે તે જીવવા માગે છે. વિસ્ફોટથી તેમના પગનું જાઇન્ટ ખલાસ થઇ ગયું હતું. અનેક જગ્યાની ચામડી બળી ગઇ હતી. આખા શરીરમાં મેટલના 49 અને કાચના અસંખ્ય ટુકડા ઘુસી ગયા હતા. 13 એપ્રિલે વૈશાખીના દિવસે તે ભાનમાં આવ્યાં. જ્યારે પતિને બોલાવવામાં આવ્યા તો તેઓ નિધિને જોઇને ડરી ગયા અને તુરત જ રૂમની બહાર જતા રહ્યા હતા. ઘણાં દિવસો સુધી તો નિધિને અરીસો દેખાડવામાં ન આવ્યો. પછી જે દિવસે તેમણે પોતાનો ચહેરો અરિસામાં જોયો તો તે પોતે પણ ડરી ગયાં. તેઓ જણાવે છે કે તે દિવસે મને લાગ્યું હતું કે બાળકો શરમ કરશે ક તેમની મા કેવી થઇ ગઇ છે. મારી નોકરી પણ હવે નહીં રહે. હું 25 ટકા દાઝી ગઇ હતી અને એકદમ નિરાશ થઇ ગઇ હતી. પરંતુ સમયે મને શીખવાડ્યું તે સુંદર દેખાવા માટે માત્ર ચહેરા પર મુસ્કાન અને મનમાં સાહસ હોવું જોઇએ.. હું એજ કરી રહી છું’....

જેના જન્મની ખુશી ન મનાવી, તે બધામાં લોકપ્રિય બની ગઇ
28
ઓગસ્ટ 1975ના રોજ રાજાસાંસી, અમૃતસરમાં જન્મેલી નિધિ તેમના માત-પિતાની ચોથી સંતાન છે. પરિવારને પુત્રની ચાહ હતી. તેથી તેમના જન્મ પર ખુશી ન મનાવાઇ. પરંતુ નાનીએ ઘરમાં કોઇને રડવા ના દીધા. કહ્યું કે લક્ષ્મી આવી છે. મોટી થઇ નિધિ જેટ એરવેઝમાં ક્રૂની સૌથી લોકપ્રિય એરહોસ્ટેસ બની. તેના માટે તેમને 500થી વધુ એપ્રિએશન લેચર્સ મળ્યા. ફ્લાઇટમાં તેમણે ઘણી મેડિકલ ઇમર્જન્સી હેન્ડલ કરી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post