• Home
  • News
  • શેરબજારને લૉકડાઉનનો ડર:8.77 લાખ કરોડ Mcap ધોવાયું, સેન્સેક્સ 1708 પોઈન્ટ તૂટ્યો, બે મહિના પછી 48 હજારની નીચે
post

ડૉલર સામે રૂપિયો 9 માસના તળિયે 32 પૈસા તૂટી 75.05

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 12:13:03

દેશભરમાં કોરોના વાયરસ મહામારીની બીજી લ્હેરમાં કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. મોટા ભાગના રાજ્યો આંશિક લૉકડાઉન આપે તેવી દહેશતના પગલે ભારતીય શેરબજારમાં રોકાણકારોનું વેચવાલીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ભારતીય સેન્સેક્સમાં 2021ના વર્ષનો બીજો અને અત્યાર સુધીનો આઠમો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ફોક્સ માર્કેટમાં રૂપિયો 32 પૈસા ઘટ્યો
સેન્સેક્સ 3.44 ટકા એટલે 1708 પોઇન્ટના ઘટાડા સાથે 48000 પોઇન્ટની સપાટી ગુમાવી 47883.38 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 3.53 ટકાના એટલે કે 524.05 પોઇન્ટના કડાકા સાથે 14310.80 પોઇન્ટ બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી એક જ દિવસમાં 8.77 લાખ કરોડ ધોવાઇ ચૂકી છે. બીએસઇ ખાતે માર્કેટ કેપ 4.19 ટકાના ઘટાડા સાથે 200 લાખ કરોડ નજીક 200.85 લાખ કરોડ પહોંચી ગયું છે. આ ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 32 પૈસાના ઘટાડા સાથે 9 મહિનાની નીચી સપાટી પર 75.05 બંધ રહ્યો હતો.

મોટા ભાગના રાજ્યો આંશિક લોકડાઉનની શક્યતા
દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધી દૈનિક ધોરણે 1.70 લાખ સુધી પહોંચી છે. વધી રહેલા કેસોના કારણે મોટા ભાગના રાજ્યો આંશીક લોકડાઉન આપે તેવી શંકા સેવાઇ રહી છે જેના કારણે આર્થિક રિકવરીની ગતીને બ્રેક લાગી શકે છે. બેન્કિંગ શેરમાં ભારે વેચવાલી નોંધાઇ હતી. ચાલુ વર્ષે 26 ફેબ્રુઆરીના સેન્સેક્સમાં 1939 પોઇન્ટનો જંગી ઘટાડો આવ્યો હતો.

2021માં 10 મોટા ઘટાડા

તારીખ

બંધ

ઘટાડો

22 જાન્યુઆરી

48,879

-746

27 જાન્યુઆરી

47,410

-938

26 ફેબ્રુઆરી

49,100

-1,939

22 ફેબ્રુઆરી

49,744

-1,145

4 માર્ચ

50,846

-599

24 માર્ચ

49,180

-871

25 માર્ચ

48,440

-740

31 માર્ચ

49,509

-627

5 એપ્રિલ

49,159

-871

12 એપ્રિલ

47,883

-1,708

પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે બજારમાં ઘટાડો

નિષ્ણાતોના મતે કોરોના કેસોની સંખ્યા જે ગતીએ વધી રહી છે તેને ધ્યાનમાં લેતા મોટા પાયે લોકડાઉન આવે તેવી શક્યતા વધી ગઇ છે. ફેક્ટરીઓ બંધ થવાના કારણે આર્થિક ગતીવીધિઓ પર મોટા પાયે અસર થઇ શકે છે. દેશમાં હજુ પણ વેક્સીનેશનની ગતી ધીમી છે. વેક્સીનની ઉપલબ્ધા વધારવા સાથે તેમાં સુધારો આવશે પરંતુ અત્યારે પરિસ્થિતીઓ વધુ ખરાબ થાય તેના કારણે બજારમાં ઘટાડો આવ્યો છે. વિદેશી રોકાણકારોએ 1321.64 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી.

લોંગ બ્લેક ડે કેન્ડલ: નિફ્ટી 14000 સુધી ઘટી શકે
ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર લોંગ બ્લેક ડે કેન્ડલની રચના જોવા મળી છે. તે અનુસાર નિ‌ફ્ટી ખુલ્યા મથાળાથી ખાસ્સો નીચે બંધ રહેવા સાથે ઇન્ટ્રા-ડે 14250 પોઇન્ટની સપાટીની નજીક ગયો હતો. જો નિફટી નેક્સ્ટ સેશનમાં 14248 પોઇન્ટનું લેવલ તોડે તો 13963 સુધી ઘટી શકે અને જાળવી શકે તો બાઉન્સબેક માટે પ્રયાસ થઇ શકે.

શેરબજારમાં ઘટાડાનું કારણ
1.
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,96,914 કેસ નોંધાયા છે. આ દેશમાં એક દિવસમાં મળતાં સંક્રમિતોનો સૌથી મોટો આંક છે.
2.
એશિયન શેર બજારમાં ઘટાડો. તેમાં ચીનનું શંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનું હેંગસેંગ સામેલ છે. આ જ રીતે જાપાનનું નિક્કી ઈન્ડેક્સ પણ મોટા ઘટાડા સાથે વેપાર કરે છે.
3.
ચોથા ત્રિમાસીક ગાળાના પરિણામો પહેલાં રોકાણકારો નર્વસ દેખાય છે. સતત બે ત્રિમાસીક ગાળાથી સારા પરિણામો પછી ચોથા ત્રિમાસીક ગાળા દરમિયાન કોરોનાની અસર જોવા મળી શકે છે. તેથી રોકાણકારો રોકાણ પહેલાં સતર્ક છે.

બેન્કિંગ શેરોમાં 10% સુધીનો ઘટાડો
આજે શેરબજારમાં પણ ઘટાડામાં બેન્કિંગ સેક્ટરના શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1,733 પોઈન્ટ એટલે કે 5.3% નીચે 30,714 પર આવી ગયો છે. RBL બેન્કના શેર 10% નીચે વેપાર કરી રહ્યા છે. સરકારી બેન્કોના શેરમાં 10%નો ઘટાડો આવ્યો તો પ્રાઈવેટ બેન્કના શેર પણ ઘટીને 6% સુધી તૂટ્યા છે. બેન્કિંગ શેરોમાં ઘટાડાનું મુખ્ય કારણ લોકડાઉન છે. કારણકે તેનાથી બેન્કિંગ વેપાર પર અસર થઈ રહી છે.

લોકડાઉનની બજાર પર અસર
ઓટો અને મેટર શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. NSE પર બંને ઈન્ડેક્સ 5% નીચે આવી ગયા છે. ફાર્મા શેરોમાં પણ ઘટાડો ચાલુ રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે ઘણાં રાજ્યોમાં વિવિધ વિવિધ જગ્યાએ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેનાથી ઈકોનોમિકલ એક્વિટિઝ પર ખરાબ અસર થઈ શકે છે.

એક્સચેન્જ પર 2,339 શેરોમાં ઘટાડો
BSE
માં 2,922 શેરોમાં વેપાર થઈ રહ્યો છે. 416 શેરમાં વધારો અને 2,339 શેરો ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ 201.31 લાખ કરોડ થઈ ગયો છે. જે શુક્રવારે 209.63 લાખ કરોડ થઈ ગઈ છે. તે પ્રમાણે માર્કેટ કેપ 8.32 લાખ કરોડ રૂપિયા ઘટી છે.

પહેલી લહેરમાં પણ બજાર ઘટ્યું હતું
ગયા વર્ષે કોરોનાના કારણે 23 માર્ચથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે સેન્સેક્સ તેમના નીચલા સ્તરે 25,800 પર પહોંચી ગયો હતો. જોકે તે ત્યાંથી રિકવર થઈને આ વર્ષે 16 ફેબ્રુઆરીમાં 52,500ની સપાટી ક્રોસ કરી લીધી હતી. જોકે છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થવાના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે વેપાર દરમિયાન દિવસની સૌથી નીચલી સપાટી 47,779 જોવા મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post