• Home
  • News
  • જામનગરમાં વિદ્યાર્થી ઉત્તરવહી લઈને ભાગ્યો, પ્રિન્સિપાલે પકડ્યો તો છાતીમાં કાતરના બે ઘા ઝીંકી દીધા
post

જામનગરની વી.એમ. મહેતા કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિર્વસિટી આયોજીત ફસ્ટ ઇયર બી.એ.ની સેમેસ્ટર-1ની પરીક્ષા ચાલી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 13:44:19

જામનગર: જામનગરની વી.એમ. મહેતા કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિર્વસિટી આયોજીત ફસ્ટ ઇયર બી.એ.ની સેમેસ્ટર-1ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ગુરૂવારે બપોરે ચાલતા પેપરમાં ધર્મરાજસિંહ જાડેજા નામનો પરીક્ષાર્થી મોબાઇલ સાથે પકડાયો હતો. જેથી તેને સુપરવાઇઝર કોલેજના કંટ્રોલ રૂમમાં લઇ ગયા હતા. નિયમ મૂજબ કોપીકેસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વેળાએ પકડાયેલા પરીક્ષાર્થીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ટેબલ પર પડેલી કાતર વડે પ્રિન્સીપાલ ડો. જી.બી.સિંઘ પર હુમલો કરી દીઘો હતો. તમામ દ્રશ્યો કોલેજના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.

અચાનક બનેલા આ બનાવથી આજુબાજુમાં રહેલા સ્ટાફે બચાવનો પ્રયાસ કર્યો હતો. જો કે આ હુમલામાં પ્રિન્સીપાલ ડો.જી.બી.સિંઘને છાતી અને વાંસાના ભાગે ઇજા થતાં તાકિદે સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સિટી બી.પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે આરોપી છાત્ર ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને પણ સકંજામાં લીધો છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત પ્રિન્સીપાલ ડો.જી.બી.સિંઘનુ નિવેદન નોંધી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર વનની પરીક્ષા ચાલુ હોય ત્યારે એક વિદ્યાર્થી બ્લોકમાં મોબાઇલ સાથે પકડાયો હતો, જુનિયર સુપરવાઇઝરે તેને પકડી કેસ કન્ટ્રોલ રૂમમાં આપ્યો હતો જેથી તેના પર નિયમ પ્રમાણે કોપી કેસ થાય એટલે વિદ્યાર્થીને મે કહ્યું હતુ કે, સ્ટેટમેન્ટ લખીને આપી દો. તો તેણે સ્ટેટમેન્ટ લખવાની ના પાડી દીધી, પછી મે કહ્યું કશો વાંધો નહીં અમે અમારી રીતે સ્ટેટમેન્ટ કરી લેશું, થોડી વાતમાં ઉશ્કેરાણો અને યુનિવર્સિટીની આન્સર સીટ અને હોલ ટિકિટ લઇને ભાગવા ગયો એટલે દોડીને પકડ્યો ત્યારે તેણે પાછુ વળીને ટેબલ પર પેપરની કોથળી કાપવા માટેની કાતર પડી હતી તે કાતર લઇ જેમે તેમ ફેરવવા લાગ્યો મહિલા સુપરવાઇઝર હતા, ઓબ્ઝર્વર પણ હતા અને બીજો સ્ટાફ પણ હતો. તેમને ઇજા ન થાય એટલે હું તેને પકડવા સામે ગયો ત્યાં જ તેણે કાતર મારી અને પાછળથી બથમાં લીધો તો પાછળ કાતર મારી, તે છોકરો ડી.કે. વી કોલેજનો છાત્ર છે અને તે પોતે એનએસયુઆઇનો પ્રમુખ કે કાર્યકર્તા હોવાનું કહેતો હતો. તેનું નામ જાડેજા ધર્મરાજસિંહ, તેના પિતાનું નામ ખબર નથી. પ્રિન્સિપાલ જી.બી. સીંગ, વી.એમ. મહેતા પંચવટી કોલેજ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post