• Home
  • News
  • સાબરમતી જેલ નહીં ધમધમતું કોલ સેન્ટર, 6 વર્ષમાં 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ પકડાયા
post

સમગ્ર જેલતંત્ર અને રેડ કરતી સુરક્ષા એજન્સીઓના દાવા ખોટા સાબિત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:41:23

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓ માટે જલસા અને રીતસર ધમધમતુ ખંડણીનું કોલ સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી રીતસર ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આધુનિક સમયમાં કોઈનો પણ ફોન ટ્રેસ કરીને તેની સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વારંવાર જસ ખાટે છે. પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિશાલ ગોસ્વામી VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. સાબરમતી જેલ ઝામર અને અન્ય વસ્તુઓથી અતિસુરક્ષિત હોવાનું માનવામાં આવે છે,. પરંતુ ત્યાં ફોન નેટવર્ક નહીં પરંતુ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે જ્યાં સમગ્ર જેલતંત્ર અને અવાર નવાર રેડ કરતી સુરક્ષા એજન્સીના દાવા પણ ખોટા સાબિત થઈ રહ્યાં છે.

આતંકવાદીઓએ બનાવેલી સુરંગના કારણે અતિસંવેદનશીલ સાબરમતી જેલ બદનામ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગુનેગારો આતંકવાદીઓ અને અન્ય હિસ્ટ્રીસીટરો પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવી લેતા હોવાની ચર્ચાઓ અવાર નવાર થઈ હતી. પરંતુ વારંવાર ગુજરાત પોલીસ દાવાઓ ખોટા હોવાનું કહીને વાત ઉડાડી દેતી હતી. અતિસંવેદનશીલ સાબરમતી જેલ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલી સુરંગના કારણે બદનામ છે. તેની સાથે ગોવા રબારી, વહાબ અને વિશાલ ગોસ્વામી જેવા ગુનેગારો જેલમાં રહીને પોતાનું ખંડણીનું નેટવર્ક ચલાવતા હતા. ગુનેગારો કોઈની રહેમ નજર વગર ચાલતા હોય તેવું માનવું અશક્ય છે. અમુક રૂપિયાની લાલચમાં કેટલાક જેલ સ્ટાફ કેદીઓને મોબાઇલથી લઇને તમામ વસ્તુઓ પ્રોવાઇડ કરે તેવી આશંકા છે.

છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી પકડાયા

વર્ષ

ગુના

મોબાઇલ

સીમકાર્ડ

ધરપકડ

2019

15

20

11

22

2018

34

47

35

25

2017

37

43

21

10

2016

24

30

5

53

2015

25

35

11

62

2014

18

23

8

49

કુલ

153

198

91

221


સાબરમતીનું હાઈસ્પીડ ઝામર નેટવર્ક પણ નબળું પડે છે
વિશાલ ગોસ્વામીને કલમ 268 હેઠળ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જે કલમ 268 અન્ય આતંકવાદીઓ ઉપર પણ લગાવવામાં આવી છે. કલમ 268 મુજબ ખુંખાર આરોપીઓને કોર્ટની મુદ્દત દરમિયાન પણ જેલમાંથી બહાર કાઢવામાં આવતા નથી. ત્યારે આવા ગુનેગારોએ જાતે જેલની અંદર પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું છે. જેલની અંદર હાઇસ્પીડ ઇન્ટરનેટ વાપરીને VOIP કોલ કરીને પોતાના ટાર્ગેટને ધમકી આપી રીતસર ખંડણી માંગતા હતા. હાઈ સ્પીડ ઝામરમાં કઈ રીતે ચાલતું હતું તે હવે ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્વનું તપાસનું કેન્દ્ર બન્યું છે.

વિશાલ ગોસ્વામી જેલમાંથી ઇન્ટરનેટ કોલછી સાગરીતો સાથે સંપર્કમાં રહેતો
વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતો ઇન્ટરનેટ કોલના માધ્યમથી વાતો કરતા હતા. જેથી તેમના કોલ ઈન્ટરસેપ્ટ ના થઈ શક્યા. બીજી તરફ છાપામાં આવતી મોટી જાહેર ખબરોના આધારે વિશાલ અને તેની ટોળકી તે વ્યક્તિની તપાસ કરાવતી હતી. જે માટે ખાસ કોડ દ્વારા વાત કરવામાં આવતી હતી. જેમાં સરળ ટાર્ગેટ હોય તો ચોકલેટ જેવો કોડ વાપરવામાં આવતો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોતાના ટાર્ગેટને ફોન કરીને ધમકી આપે ત્યારે VOIP કોલના કારણે તે ફોન ધમકી મળનાર વ્યક્તિ રેકોર્ડિંગ કરી શકતો હતો. તેમજ તેમાં કોઈ નંબર ડિસપ્લે થતા વિશાલના ખંડણી નેટવર્ક ઘણા આયોજનબદ્ધ રીતે ચાલતું હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post