• Home
  • News
  • સફળ સર્જરી:કોરોનાથી બન્ને ફેફસાં ખરાબ થઈ ગયા, ડોક્ટરોએ સફળ સર્જરી કરી ટ્રાન્સપ્લાન્ટ કર્યા
post

કોરોના બાદ ટીમ સુવે અઢી મહિના ICUમાં રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 12:18:36

કેનેડાના ટોરન્ટોમાં ડોક્ટર્સને ડબલ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. ટોરન્ટોના મિસિસાગામાં 61 વર્ષના ટીમ સુવેને કોરોના પોઝિટિવ થયા પછી તેના બંને ફેફસા ખરાબ થઈ ગયા હતા.

ટીમ સુવૈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ડિસેમ્બરમાં અચાનક એક દિવસ સવારે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. સવારે બ્રશ કરતી વખતે જ તેને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થતી હતી. હોસ્પિટલમાં તાત્કાલિક તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન તેમનું ઓક્સિજન પરસન્ટેજ ઓછા કરી શકે તેમ નહતા.

અઢી મહિના ICUમાં રહ્યા
અંતે ટીમને જાન્યુઆરીમાં ટોરેન્ટોની જનરલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે નિદાન કર્યું કે, ટીમને કોરોના થયા પછી તેના બંને ફેફસા ખરાબ થઈ ગયા છે. તે સમયે ટીમને extracorporeal membrane oxygenation (એક્મો) ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી. જેમાં બહારથી બલ્ડ બોડિમાં આર્ટીફિશિયલી પમ્પ કરવામાં આવે છે. જેથી તેમના શરીરમાં પણ લોહિનું પરિભ્રમણ યોગ્ય થઈ શકે. પરંતુ આ સારવારની પણ ટીમ પર કોઈ હકારાત્મક અસર જોવા મળતી નહતી.

ટોરેન્ટો જનરલ હોસ્પિટલના લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટરે જણાવ્યું કે, કોઈ સારવારની ટીમ પર કોઈ પોઝિટિવ અસર જોવા નહતી મળતી. એક સમયે અમને પણ એવું લાગ્યું કે, અમે ટીમને બચાવી નહીં શકીએ. જોકે એક સારી વાત એ હતી કે, ટીમના બાકી કોઈ પણ ઓર્ગન ફેઈલ નહતાં થયાં અને તેથી અમને લાગતું હતું કે, તેના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાથી અમે તેમને નવું જીવન આપી શકીશું.

ફેબ્રુઆરી મધ્યમાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા
યુનિવર્સિટીના હેલ્થ નેટવર્કના થોરેસિક સર્જન ડૉ. માર્સેલો સિપેલ જણાવ્યું કે, કોરોનાના કારણે ટીમના ફેફસામાં વધારે ઈજા થઈ હતી અને તેમને અઢી મહિના સુધી આઈસીયુમાં રાખ્યા પછી પણ જોઈએ તેવો કોઈ સુધારો થયો નહતો. તેથી તેમની મેડિકલ ટીમને સૌવેને જીવીત રાખવા માટે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટનો એક માત્ર ઈલાજ યોગ્ય લાગ્યો હતો. અંતે ફેબ્રુઆરીના મધ્યમાં ટીમ સૌવેના બંને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી કરવામાં આવી.

ડૉ. સીપેલે વધુમાં જણાવ્યું કે, જો અમે વધુ પાંચથી સાત દિવસ સુધી ટીમ સૌવેના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ ના કરતાં તો તે કદાચ જીવી જ ના શક્યો હોત. ટ્રીટમેન્ટ પછી સૌવેએ પણ ઘણું આશ્ચર્યવ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, ડોક્ટર્સે મને એક નવું જીવન આપ્યું છે.

હાઈ રિસ્ક સર્જરી
ટોરેન્ટો યુનિવર્સિટીમં હેલ્થ નેટવર્કના સર્જન ડૉ. શાફ કેશવજીએ જણાવ્યું કે, અત્યારે અમે જુઓ અને રાહ જોવોની સ્થિતિમાં છીએ. અમે ટીમ સૌવેનું સતત ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ. જો આ સર્જરીમાં હવે આગામી ટૂંક સમયમાં પણ કોઈ તકલીફ ના આવે તો અમે અન્ય કોવિડ-19ના દર્દીઓ જેમના ફેફસાં ગુમાવી દીધા છે તેમનામાં આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી શકીએ છીએ. જોકે આ ખૂબ હાઈ-રિસ્ક સર્જરી છે. અને ઘણાં બધા કિસ્સામાં શરીર બહારના ઓર્ગનનો સ્વીકાર કરતાં નથી.

ડો. કેશવજીએ કહ્યું કે, પહેલાં પણ આ પ્રકારની સર્જરીઓ કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ અમે દર્દીને માત્ર ચારથી છ અઠવાડિયા સુધી જીવીત રાખી શક્યા હતા. જોકે હવે આ ક્ષમતામાં પણ સુધારો થયો છે અને ટીમ સૌવેના ફેફસાં પણ હવે ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post