• Home
  • News
  • સુકેશે લવ લેટરમાં લખ્યું કે, 'બર્થડેનાં દિવસે હું ખુબ જ યાદ કરી રહ્યો છું, મને તારું દિલ આપવા બદલ આભાર'
post

સુકેશ પત્રનાં માધ્યમથી પોતાની જાત પર લાગેલા આક્ષેપોને નકારી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:10:48

200 કરોડ કૌભાંડનો આરોપી સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં બંધ છે. જેલના સળિયા ગણતો ઠગ સુકેશ ચંદ્રશેખરે 25 માર્ચે ફરી એકવાર એકટ્રેસ જેક્લિન ફર્નાન્ડીઝને લવ લેટર લખ્યો છે. આ લવ લેટરમાં સુકેશે કહ્યું છે કે તે જેક્લિન ને જેલમાં ખૂબ જ મિસ કરી રહ્યો છે અને જેક્લિનને ખૂબ જ પ્રેમ કરે છે.

મને ખબર છે કે, તારો મારા પ્રત્યેનો પ્રેમ ક્યારે પણ પૂરો નહીં થાય સુકેશે પલેટરમાં લખ્યું છે કે, મારી બેબી જેક્લિન, મારી બોમ્મા, મારા બર્થડેના દિવસે હું તને કંઈક વધારે જ યાદ કરું છું. હું મારી આસપાસ તારી એનર્જીને ખુબ જ યાદ કરું છું. મારી પાસે કહેવા માટે એકપણ શબ્દો નથી પણ હું જાણું છું કે તારો મારા પ્રત્યેનો પ્રેમ ક્યારે પણ પૂરો નહીં થાય. હું પણ જાણું છું કે તારા સુંદર દિલની અંદર શું ચાલી રહ્યું છે. આ માટે મારે કોઈ પુરાવાની જરૂર નથી, મારા માટે આટલું જ પૂરતું છે બેબી.

લવ યૂ બેબી, મને તારું દિલ આપવા માટે તારો આભાર 'તને તો ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. મારી લાઈફમાં તારો પ્રેમ અને મારા હાજરી મારા જીવનની સૌથી બેસ્ટ ગિફ્ટ છે. લવ યુ માય બેબી, મને તારી દિલ આપવા બદલ આભાર. હું મારા સમર્થકો અને પરિવારનો પણ આભાર માનું છું કે જેમને મારા જન્મદિવસ પર મને શુભેચ્છા પાઠવી હતી. મને અભિનંદન લેટર મળ્યા છે, હું મારી જાતને ખુબ જ નસીબદાર માનું છું. આભાર સુકેશ ચંદ્રશેખર.'

આ પહેલીવાર નથી કે, સુકેશે જેલમાંથી લવલેટર લખ્યો હોય. આ પહેલાં સુકેશે હોળી પર પણ જેક્લિનને લેટર લખ્યો હતો. સુકેશે હોળીના તહેવાર ઉપર પર એક લેટર દ્વારા જેક્લિનને શુભેચ્છા પાઠવી હતી. આ લેટરમાં સુકેશે લખ્યું હતું કે, 'રંગોના તહેવારના દિવસે,હું તને વચન આપું છું, જે રંગો ગાયબ થઈ ગયા છે, હું તેમને 100 વખત પાછા લાવીને રહીશ. હું દરેક વસ્તુનું ધ્યાન રાખીશ જે મારી જવાબદારી પણ છે. આઈ લવ યૂ બેબી, આ મારી જવાબદારી છે. તું હંમેશા ખુશ રહે. તને પણ ખબર છે કે, હું તને કેટલો પ્રેમ કરું છું.

જેક્લિનની અનેકવાર પુછપરછ કરવામાં આવી છે
સુકેશ 200 કરોડની છેતરપિંડીના કેસમાં હાલ જેલમાં છે. આ મામલે જેક્લિનની પણ અનેકવાર પૂછપરછ પણ કરવામાં આવી છે. જેક્લિન ઉપર આરોપ છે કે, સુકેશ પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ લીધી હતી.જ્યારે જેક્લિનના વકીલનું કહેવું છે કે જેક્લિનને આ કેસમાં બળજબરીથી ફસાવવામાં આવી છે.સુકેશ સાથેના સંબંધો અંગે જેક્લિને અત્યાર સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

સુકેશ પત્રનાં માધ્યમથી પોતાની જાત પર લાગેલા આક્ષેપોને નકારી રહ્યો છે
આ પહેલા 7 ઓક્ટોબરનાં રોજ સુકેશે દિલ્હીનાં ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પહેલી ચીઠ્ઠી લખી હતી, જે 1 નવેમ્બરનાં રોજ સામે આવી. તેમાં સુકેશે કહ્યું કે, જેલમાં સુરક્ષાનાં નામ પર જૈને 10 કરોડની વસૂલાત કરી. સુકેશે કહ્યું કે, ‘તેણે AAPને પણ 50 કરોડની રકમ ચૂકવી હતી અને બદલામાં પાર્ટીએ દક્ષિણ ભારતમાં તેને જવાબદારી આપવાનું વચન આપ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post