• Home
  • News
  • સુનીલ ગાવસ્કરનો મોટો ખુલાસો, ધોનીના આ મોટા કામને ફોલો કરી રહ્યો છે વિરાટ કોહલી
post

ભારતીય ટીમનો કેપ્ટન હોવા છતા મહેન્દ્ર સિંહ ધોની વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં ટીવી ક્રૂ સાથે બેસવાનું પસંદ કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:29:30

નવી દિલ્લી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની પોતાની શાનદાર બેટિંગના કારણે પોતાની માનવતાને લઇ પણ ઓળખાય છે. રાંચીના એક મધ્યમવર્ગીય પરિવારથી નિકળી ક્રિકેટની બૂલંદીઓ છૂનાર ધોનના નામને કોઇ પરિચયની જરૂર નથી. તે મેદાનમાં અને મેદાનની બહાર પણ કંઇ અલગ કરવા માટે પ્રખ્યાત છે. પછી ભલે તે પોતાની રમત દ્વારા પાસા પલટવાની વાત હોય કે પછી આર્મી ટ્રેનિંગ કરી લોકોને ચોંકાવવાનું પગલું. હવે મહાન બેટ્સમેન સુનીલ ગવાસ્કરે ધોનીના આવા જ એક રાજ પરથી પડદો હટાવ્યો છે.


ખરેખર સુનીલ ગાવસ્કરે ખુલાસો કર્યો છે કે, મહેન્દ્ર સિંહ ધોની ઘરેલૂ ઉડાનો દરમિયાન બિઝનેસ ક્લાસમાં ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે બેસતો ન હતો. જોકે એવું કંઇ નથી કે ધોનીને પોતાના સાથી ખેલાડીઓ સાથે કોઇ સમસ્યા છે પરંતુ ધોની કોઇ અન્ય કારણસર તેમનાથી દૂર જઇને બેસતો હતો.


સુનીલ ગાવસ્કર અનુસાર ભારતીય ટીમનો કેપ્ટન હોવા છતા મહેન્દ્ર સિંહ ધોની વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં ટીવી ક્રૂ સાથે બેસવાનું પસંદ કરતો હતો. ખરેખર ભારતીય ટીમમાં વ્યવસ્થા છે કે સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને જ બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવા માટે સીટ મળતી હતી. જોકે ત્યારે સારૂ પ્રદર્શન કરવા છતા ધોની બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરતો ન હતો.

આ વિશે સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, જેવું કે મોટા ભાગના ક્રિકેટ પ્રશંસક જાણે છે કે ઘરેલૂ મેચોમાં એક સ્થાનથી બીજા સ્થાન પર જવા માટે બંન્ને ટીમો એક જ ચાર્ટડ વિમાનમાં પ્રવાસ કરે છે. આ જ વિમાનમાં ટીવી ક્રૂના સભ્યો પણ હોય છે. આવમાં બિઝનેસ ક્લાસમાં સિમીત સીટો હોવાના કારણે કેપ્ટન, કોચ અને મેનેજરને જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અથવા તે ખેલાડીઓને બિઝનેસ ક્લાસમાં ટિકીટ મળે છે જે ગત મેચમાં સારૂ પ્રદર્શન કરી ચૂક્યા હોય. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હોવા છતા મુશ્કેલ સમયમાં જ બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરતા. તેઓ ઇકોનોમી ક્લાસમાં ટીવી કવરેજ કરનાર લોકો અને કેમેરામેન અથવા સાઉન્ડ એન્જિનિયર સાથે બેસતા હતાં.

સુનીલ ગાવસ્કરે આ સાથે જ જણાવ્યું કે, તાજેતરના ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ હવે મહેન્દ્ર સિંહ ધોનીના પગલે ચાલી રહ્યો છે. તેમણે કહ્યું,’વિરાટ કોહલી પણ સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીને બિઝનેસ ક્લાસમાં સીટ ઓફર કરીને ઇકોનોમી ક્લાસમાં બેસી ગયો. આ નાના-નાના પગલા ટીમ ભાવનાને મજબૂત કરવાનું કામ કરે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post