• Home
  • News
  • સ્પેસ સ્ટેશનમાં ફસાઈ ગયેલા સુનિતા વિલિયમ્સે સ્પેસમાં જિમ્નાસ્ટિક્સ કર્યુ
post

વેઇટ-લિફ્ટિંગ, રેસિંગ કરી ઓલિમ્પિક માટે શુભેચ્છા પાઠવી, 52 દિવસથી સુનિતા સ્પેસમાં અટવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2024-07-29 12:45:02

ન્યૂયોર્ક: ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા 52 દિવસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલી છે. સ્પેસક્રાફ્ટમાં સમસ્યાને કારણે, તે ક્યારે પૃથ્વી પર પરત ફરશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ દરમિયાન, પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પર ખેલાડીઓને અભિનંદન આપતો તેમનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. આમાં સુનીતા અન્ય અવકાશયાત્રીઓ સાથે ઓલિમ્પિકની મશાલ પકડેલી જોવા મળે છે. જોકે આ મશાલ ઇલેક્ટ્રિક છે.વીડિયોમાં તમામ અવકાશયાત્રીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા જોવા મળે છે. જ્યારે સુનિતા જિમ્નેસ્ટિક્સ કરી રહી છે, બાકીના અવકાશયાત્રીઓ વેઇટ-લિફ્ટિંગ, રેસિંગ, ડિસ્કસ થ્રો, શોટપુટ વગેરે જેવી ઘણી રમતોમાં તેમની પ્રતિભા બતાવતા જોવા મળે છે.

'ઓલિમ્પિક ખેલાડીઓની જેમ રમવાની મજા આવી'
અવકાશયાત્રીઓએ કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં અમને ઓલિમ્પિક ખેલાડીઓની જેમ રમવાની ખૂબ મજા આવી. જો કે, અમને ફાયદો એ હતો કે અહીં ગુરુત્વાકર્ષણ નથી. અમે કલ્પના કરી શકીએ છીએ કે ઓલિમ્પિક ખેલાડીઓ માટે તે કેટલું મુશ્કેલ હશે. અમે બધા સ્પર્ધકોને સફળતા માટે શુભેચ્છા પાઠવીએ છીએ." અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેનો સંપૂર્ણ વીડિયો શેર કર્યો છે.