• Home
  • News
  • સુપ્રીમ કોર્ટને 5 નવા જજ મળ્યા:CJI ચંદ્રચૂડે શપથ અપાવી, 4 ફેબ્રુઆરીએ કેન્દ્રએ એપોઇન્ટમેન્ટની મંજૂરી આપી દીધી
post

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ 4 ફેબ્રુઆરીએ કેન્દ્રએ ટોચની કોર્ટમાં 5 જજની નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 17:19:31

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજની નિયુક્તિ થઈ ગઈ છે. CJI ડીવાઈ ચંદ્રચૂડે સોમવારે સવારે 5 જજને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવી. SCના નવા જજ તરીકે શપથ લેનાર હાઇકોર્ટના ત્રણ ચીફ જસ્ટિસ- જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ પીવી સંજય કુમાર છે. આ સિવાય બે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનોજ મિશ્રાના નામ પણ સામેલ છે. પાંચ જજના શપથગ્રહણ સાથે જ સુપ્રીમ કોર્ટમાં હવે જજની સંખ્યા 32 થઈ ગઈ છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ 4 ફેબ્રુઆરીએ કેન્દ્રએ ટોચની કોર્ટમાં 5 જજની નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી. કાયદા મંત્રી કિરણ રિજિજુએ ટ્વિટર પર આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું- ભારતના બંધારણ હેઠળ, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના પાંચ ન્યાયાધીશોની નિમણૂક કરી છે. હું દરેકને શુભેચ્છા પાઠવું છું. પાંચ જજ 6 ફેબ્રુઆરીએ શપથ લેશે

 

સૌથી પહેલાં નવા જજ અંગે જાણી લો...
જસ્ટિસ પંકજ મિત્તલ- રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. આ પહેલાં તેઓ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયલયના ચીફ જસ્ટિસ હતાં. આ પહેલાં તેઓ ઇલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ હતાં. મિત્તલને વર્ષ 1985માં બાર કાઉન્સિલ ઓફ ઉત્તર પ્રદેશમાં સામેલ કરવામાં આવ્યા હતાં.

જસ્ટિસ સંજય કરોલ- નવેમ્બર 2019થી પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. આ પહેલાં તેમને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે કામ કરી ચૂક્યા છે.

જસ્ટિસ પીવી સંજય કુમાર- 2021માં મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. આ પહેલાં તેઓ પંજાબ અને હરિયાળા હાઈકોર્ટમાં જસ્ટિસ હતાં. તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં પણ જસ્ટિસ તરીકે કામ કર્યું છે. સંજય કુમારે ઓગસ્ટ 1988માં આંધ્ર પ્રદેશની બાર કાઉન્સિલમાં મેમ્બર તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ- પટના હાઈકોર્ટના જસ્ટિસ છે. 2011માં પટના હાઈકોર્ટમાં જસ્ટિસ બનીને પહોંચ્યા. પછી 2021માં તેમનું ટ્રાન્સફર આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું. તે પછી તેમને જૂન 2002માં ફરી પટના હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યાં. જસ્ટિસ અમાનુલ્લાહને સપ્ટેમ્બરમાં 1991માં બિહાર સ્ટેટ બાર કાઉન્સિલમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

જસ્ટિસ મનોજ મિશ્રા- ઇલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ છે. તેમણે વર્ષ 2011માં જસ્ટિસ તરીકે શપથ લીધી હતી. તેમણે ઇલાહાબાદ હાઈકોર્ટના દીવાની, રાજસ્વ, આપરાધિક અને સંવેધાનિક પક્ષોમાં અભ્યાસ કર્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post