• Home
  • News
  • CAA વિશે દાખલ 144 અરજીઓની આજે સુનાવણી, 3 જજની બેન્ચ કાયદાની બંધારણ મુજબ તથ્યતા તપાસશે
post

સુપ્રીમ કોર્ટે 9 જાન્યુઆરીએ કહ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, હિંસા અટકશે પછી સુનાવણી કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 10:07:41

નવી દિલ્હીનાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ દાખલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ કાયદાના સમર્થન અને વિરોધ વિશેની દરેક અરજીઓ પર સુનાવણી કરશે. તે ઉપરાંત કાયદાની બંધારણ મુજબ તથ્યતાની તપાસ પણ કરવામાં આવશે. સિવાય બેન્ચ કેન્દ્રની તે અરજી વિશે પણ સુનવાણી કરશે જેમાં મામલે હાઈકોર્ટની પેન્ડિંગ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી છે. સિવાય સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ને હટાવવા વિશેની અરજીઓની પણ સુનાવણી કરાશે.

 

CAA અંતર્ગત 31 ડિસેમ્બર 2014થી ભારતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, ઈસાઈ, જૈન અને પારસી સમુદાયના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં ખરડો પસાર થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 ડિસેમ્બર 2019ના રોજ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. ત્યારપછી કાયદો બનાવવામાં આવ્યો છે. તેના વિરોધમાં પૂર્વોત્તર સહિત સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન થયેલી હિંસામાં યુપી સહિત ઘણાં રાજ્યોના લોકોના જીવ પણ ગયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post