• Home
  • News
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- FIFA સાથે વાત કરીને પ્રતિબંધ હટાવે કેન્દ્ર:U-17 વર્લ્ડ કપ ભારતમાં થાય એની ખાતરી આપો, કેન્દ્રએ કહ્યું, શ્રેષ્ઠ પ્રયાસ કરીશું
post

FIFAએ AIFF પર મંગળવારે પ્રતિબંધ મૂક્યો હતો. જેનાં કારણે ભારતમાં 11થી 30 ઓક્ટોબર વચ્ચે યોજાનાર FIFA U-17 વિમેન્સ વર્લ્ડ કપ પણ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:18:36

સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન ફુટબોલ ફેડરેશન (AIFF) પર FIFA (ફેડરેશન ઇંટરનેશનલ ડી ફુટબોલ એસોસિએશન) તરફથી લગાવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર આ પ્રતિબંધને હટાવવા પર કામ કરવુ જોઈએ. ત્યારે સરકાર તરફથી આ વિશે જણાવ્યુ હતુ કે તેઓ પૂરી રીતે પ્રયાસ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સોમવારે સુનાવણી કરશે.

FIFAAIFF પર મંગળવારે પ્રતિબંધ મૂક્યો હતો. જેનાં કારણે ભારતમાં 11થી 30 ઓક્ટોબર વચ્ચે યોજાનાર FIFA U-17 વિમેન્સ વર્લ્ડ કપ પણ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. ત્યાર પછી મંગળવારે ખુદ સોલિસિટર તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે તત્કાલિક સુનાવણીની અરજી કરીહતી. જે સુપ્રીમ કોર્ટે સ્વિકાર કરી લીધી હતી. ગુરુવારે આનાં પર સુનાવણી કરવામાં આવી હતી.

PMની અધ્યક્ષતામાં FIFAને આપી છે ગેરેન્ટી
વર્લ્ડ કપની યજમાની કરી રહેલા ભારત માટે આ એક મહત્વની વાત છે. કારણ કે આ વિશે વડાપ્રધાન મોદી મન કી બાતમાં પણ વાત કરી ચૂક્યા છે. તો ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વાતને શેર કરી હતી. જુનમાં PMની અધ્યક્ષતામાં આ વર્લ્ડ કપનું સફળ આયોજનને લઈને FIFAને લેખીતમાં ગેરેન્ટી આપી ચૂકી છે.

ભારતીય ટીમના રમવા ઉપર પણ સંકટ
AIFF પર FIFA દ્વારા લગાવેલા પ્રતિબંધના કારણે ભારતની ઘણાં મેચ પર પણ સંકટ આવી શકે છે. ભારતે 24 સપ્ટેમ્બરે વિયેતનામ અને 27 સપ્ટેમ્બરે સિંગાપુર સામે ફ્રેન્ડલી મેચ રમવાનો છે. જો પ્રતિબંધ હટાવવામાં નહિ આવે તો આ મેચ રદ્દ થઈ શકે છે. તો ભારતીય મહિલા લીગ ચેમ્પિયન્સ ટીમ ગોકુલમ કેરળે AHC મહિલા ક્લબ ચેમ્પિયન્સશિપમાં ઉઝબેકિસ્તાન ક્લબ સામે 23 ઑગસ્ટે રમવાનું છે. તેના પછી ઈરાની ક્લબ સામે મેચ છે. ગોકુલમ કેરળ તો મંગળવારે તાશ્કંદ પહોંચી પણ ગઈ છે. મોહન બાગન ક્લબ 7 સપ્ટેમ્બરે AFC કપ ઇંટર ઝોનલ સેમિફાઈનલ મેચમાં પણ સંકટમાં દેખાય રહ્યુ છે. ભારતે AFC U-20 ક્વોલિફાયર 14 સપ્ટેમ્બરે ઈરાકમાં રમાવાનો છે. ભારતે ઈરાક, ઓસ્ટ્રેલિયા, કુવૈત સામે મેચ રમવાનો છે.

FIFA AIFFમાં દખલગીરીથી નારાજ

ફિફાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે થર્ડ પાર્ટીની દખલગીરીને નથી માનતા. તેઓ યુવા અને રમત-ગમત મંત્રાલયનાં સંપર્કમાં પણ છે. આશા છે કે ટૂંક સમયમાં જ આ મામલાનો ઉકેલ લવાશે. FIFAએ ફેડરેશનમાં થર્ડ પાર્ટીની દખલગીરીને કારણે AIFFને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, સાથે જ ચેતવણી પણ આપી હતી કે જો દખલગીરી જલદી બંધ કરવામાં ન આવે તો ભારત પાસેથી ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન પણ છીનવાઈ શકે છે.

પ્રફુલ્લ પટેલ 2009થી ફેડરેશનના અધ્યક્ષ છે

પટેલ 2009થી AIFFના પ્રમુખ હતા. સ્પોર્ટ્સ કોડ ઓફ ઈન્ડિયા અનુસાર, કોઈપણ વ્યક્તિ 3 વખતથી વધુ વખત અધ્યક્ષ બની શકતી નથી. પટેલ પોતાને અધ્યક્ષપદેથી હટાવ્યા બાદ તેમણે એક અરજી પણ દાખલ કરીને માગ કરી હતી કે જ્યાં સુધી નવું બંધારણ સ્વીકારવામાં ન આવે અને નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી તેમનો કાર્યકાળ લંબાવવો જોઈએ, પરંતુ કોર્ટે તેમની માગને નકારી કાઢીને ફૂટબોલના કામકાજની દેખરેખ રાખવા માટે એક કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ની રચના કરી હતી.

આ છે કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ

COAમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એઆર દબે આ કમિટીના અધ્યક્ષ છે. આ ઉપરાંત પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી અને ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ભાસ્કર ગાંગુલી પણ તેમાં સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post