• Home
  • News
  • સુપ્રીમે કહ્યું-હેટ ક્રાઈમને કારપેટ નીચે ઢાંકી ના શકાય:ધર્મના નામે કોઈને મારવા પર પણ કેસ ના થાય તે મોટી સમસ્યા છે; સુપ્રીમ આક્રમક
post

ધર્મના નામે કોઈને મારવા પર પણ કેસ ના થાય તે સમસ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:11:47

સુપ્રીમ કોર્ટે સોમવારે હેટ સ્પીચ અને હેટ ક્રાઈમ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે થતા હેટ ક્રાઇમ માટે કોઈ જગ્યા નથી. કોર્ટે એ પણ કહ્યું કે, દેશમાં સતત હેટ સ્પીચની ઘટનાઓ વધી રહી છે અને તેને કોઈ પણ ભોગે અવગણી શકાય નહીં. રાજ્યની જવાબદારી છે કે આ મામલાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

2021માં 62 વર્ષના કાઝીમ અહમદ શેરવાની હેટ ક્રાઈમનો શિકાર બન્યા હતા. આ જ મામલામાં સુનાવણી કરતા જસ્ટિસ કે.એમ.જોસેફની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ટિપ્પણી કરી છે.

SCએ કહ્યું- હેટ ક્રાઈમને કારપેટ નીચે ઢાંકી ના શકાય

હેટ સ્પીચની વધતી જતી ઘટનાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને સુનાાવણી સાંજના 6 વાગ્યા સુધી ચાલતી રહી હતી. કોર્ટે કહ્યું કે, જો રાજ્ય આ અભદ્ર ભાષાની સમસ્યાને સ્વીકારશે ત્યારે જ તેનું સમાધાન નીકળી શકે છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, હેટ ક્રાઈમની ઓળખ થશે કે તેને દબાવાની કોશિશ કરાશે? આ હેટ ક્રાઈમ છે. શું તમે તેને કારપેટ નીચે ઢાંકવાની કોશિશ કરશો?

ધર્મના નામે કોઈને મારવા પર પણ કેસ ના થાય તે સમસ્યા

જો કોઈ વ્યક્તિ પોલીસ પાસે આવે છે અને કહે છે કે મે ટોપી પહેરી રાખી હતી અને મારી દાઢી ખેંચવામાં આવી. મને ધર્મના નામે ગાળો આપવામાં આવી. જો આવું થયા બાદ પણ કોઈ કેસ નોંધાય નહીં તો તે એક સમસ્યા છે. આવા પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, જે વ્યક્તિ પોલીસ સ્ટેશન આવે છે તેની સાથે આરોપી જેવો વ્યવહાર ન થવો જોઈએ.

બે વર્ષ અગાઉ મુસ્લિમ હોવાથી વ્યક્તિને મારવામાં આવ્યો

2021માં 62 વર્ષના એક વ્યક્તિએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે 4 જુલાઈના રોજ તે નોઈડાના સેક્ટર 37માં અલીગઢ જતી બસની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેને લિફ્ટ ઑફર કરી હતી. બાદમાં આ લોકોએ તે વ્યક્તિ મુસ્લિમ હોવાના કારણે નિશાન બનાવ્યો અને ગાળો આપી મારપીટ કરી. પીડિત નોઈડાના સેક્ટર 37માં પોલીસ ચોકી પર ગયો. પોલીસ સ્ટેશમમાં કોઈ વરિષ્ઠ અધિકારી ન હતા. માત્ર કોન્સ્ટેબલ હાજર હતા. તેથી કોઈ કેસ નોંધાવામાં ન આવ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post