• Home
  • News
  • સુરત-અમદાવાદ ગુજરાતનું ક્રાઇમ હબ:રાજ્યમાં સૌથી વધુ હત્યા, આત્મહત્યાની ઘટનાઓ, ક્યાંક વ્યાજખોરોના ત્રાસથી આખા પરિવારો ભૂંજાયા, તો બે વર્ષમાં કુલ 3095 મહિલા દુષ્કર્મનો ભોગ બની
post

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 1944 હત્યા, 1520 લૂંટ અને 41493 અપમૃત્યુ જેવી ઘટનાઓ ઘટી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 10:58:06

ગુજરાતમાં લૂંટ, હત્યા, ચોરી, અપહરણ તેમજ વ્યાજખોરાના ત્રાસની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ખાસ કરીને છેલ્લાં 2 વર્ષમાં આ સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદ તેમજ સુરત આ બે એવાં શહેરો છે, જ્યાં સૌથી વધુ હત્યા તેમજ લૂંટ, અપહરણ, આપઘાતની ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ છે.

રાજ્યમાં રોજ 20 આત્મહત્યા, 4 બળાત્કારની ઘટના
રાજ્ય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા છેલ્લાં 2 વર્ષ દરમિયાન રાજ્યમાં ગુનાખોરી અંગેના પુછાયેલા પ્રશ્નોમાં સરકારે એવી માહિતી આપી હતી કે ગુજરાતમાં દરરોજની 20 આત્મહત્યા, 4 કરતાં વધુ બળાત્કાર, 30 જેટલી ચોરી થાય છે. જ્યારે દરરોજના 57 જેટલાં અપમૃત્યુ અને 37 લોકો આકસ્મિત રીતે મોતને ભેટતા હોવાનું રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું છે. ઉપરાંત રોજનાં 7 અપહરણ, બે કરતાં વધુ લૂંટ તેમજ 3 જેટલાં ખૂનની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા 4043 આરોપીની ધરપકડ કરવાની હજુ બાકી હોવાનું પણ સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું છે.

વ્યાજખોરોના ત્રાસથી અનેકના આપઘાત
ગુજરાત અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી એકસાથે આખો પરિવાર આપઘાત કરી રહ્યો છે, તો હત્યા, લૂંટ તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ સમગ્ર ઘટનાઓના કુલ 4043 આરોપી આજે પણ ખુલ્લા ફરી રહ્યા છે. અમદાવાદ તેમજ સુરતમાં આ પ્રકારના ગુના સૌથી વધુ સામે આવ્યા છે. કેટલાક કેસોમાં પોલીસની ઢીલાશ પણ જોવા મળી છે, જેને કારણે ગુનેગારો બેફાર ગુનાને અંજામ આપી રહ્યા છે. જ્યારે ગાંધીનગર, જેને શાંત શહેર માનવામાં આવે છે, પરંતુ ત્યાં પણ બે વર્ષમાં 39 હત્યા, 24 બળાત્કાર, 46 લૂંટ, 500થી વધુ ચોરીઓ તેમજ 445 આપઘાતની ઘટનાઓ ઘટી છે.

4,043 આરોપી પોલીસની નજરથી દૂર
રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 1944 હત્યા, 1520 લૂંટ, 3095 બળાત્કાર, 21995 ચોરી, 14410 આપઘાત, 4829 અપહરણ, 2589 રાયોટિંગ, 18523 હત્યાના પ્રયાસ, 41493 અપમૃત્યુ જેવી ઘટનાઓ ઘટી છે. આ સમગ્ર ઘટનાઓમાં સૌથી વધુ સુરત શહેર તેમજ જિલ્લામાં ક્રાઈમ કેસ નોંધાયા છે, જ્યારે બીજા નંબર પર અમદાવાદ શહેર તેમજ જિલ્લાનું નામ આવે છે. જ્યારે અત્યારસુધીમાં પોલીસ 4043 આરોપીની ધરપકડ કરવામાં પણ નિષ્ફળ રહી છે.

રાજ્યમાં 2 વર્ષમાં 200 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં દારુ, અફીણ, ગાંજો અને ચરસ જેવાં નશીલા દ્વવ્યોનું વેચાણ વધી રહ્યું હોવાનો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ગાંજો, ચરસ, હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થ પકડાયાં છે. આ ગુનામાં 4545 લોકોની હજી ધરપકડ કરવાની બાકી હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું હતું. છેલ્લાં 2 વર્ષમાં 198 કરોડ રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ પકડાયો છે. 2019 કરતાં 2020માં વધુ દારૂ રાજ્યમાંથી પકડાયો છે, જેમાં 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં વધુ દારૂ ગુજરાતમાંથી પકડાયો હોવાનું સરકારે કબૂલ્યું છે. ડ્રગ્સની હેરાફેરી કરનાર 4545 આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી.

હત્યા-આત્મહત્યામાં સુરત, દુષ્કર્મની ઘટનામાં અમદાવાદ મોખરે

શહેર

હત્યા

આત્મહત્યા

લૂંટ

દુષ્કર્મ

સુરત

280

2151

253

465

અમદાવાદ

211

1803

479

620

રાજકોટ

118

1395

56

203

વડોદરા

89

765

75

204

કુલ

698

6114

863

1492

 

adv

Related News

post
post
post
post
post
post
post