• Home
  • News
  • સુરત MD ડ્રગ્સ કેસ:કરોડપતિ આરોપી આદિલ મુંબઈમાં મામાના ઘરે રહી ડ્રગ્સની લતે ચડી ગયો, સતત પાર્ટીઓ કર્યા કરતો હતો
post

આદિલ નૂરાની પરિવારનો એકનો એક દીકરો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 16:56:16

શહેરના MD ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલો કરોડપતિ આદિલ નૂરાની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સાથે આદિલની લાઈફસ્ટાઈલ પણ કેન્દ્રસ્થાને રહી છે. જોકે આદિલ અંગે નામ ન આપવાની શરતે સામાજિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આદિલ મુંબઈસ્થિત મામાના ઘરે રહી ડ્રગ્સની લતે ચડી ગયો છે. સુરત આવ્યા બાદ પણ તે પાર્ટી કરતો હતો અને અવારનવાર મુંબઈ પણ જતો હતો.

સમાજના હાઇ પ્રોફાઈલ યુવાનો સાથે તેની ઊઠકબેઠક
નામ ન આપવાની શરતે એક સામાજિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આદિલનો જન્મ સુરતમાં થયો હતો અને પરિવારનો એકનો એક દીકરો છે. જોકે જન્મ બાદ થોડા સમયમાં જ આદિલ મુંબઈસ્થિત મામાના ઘરે જતો રહ્યો હતો. પરિવાર પણ સુખીસંપન્ન હોવાથી પહેલેથી જ હાઈ સ્ટાઈલ લાઈફ જીવતો આવ્યો છે. સમાજના હાઈ પ્રાફાઈલ યુવાનો સાથે તેની ઊઠકબેઠક હતી.

સુરતમાં ડ્રગ્સ સપ્લાયરના સંપર્કમાં આવ્યો
વધુમાં તેણે જણાવ્યું હતું કે આદિલ મુંબઈમાં જ ડ્રગ્સની લતમાં સપડાયો હતો. ત્યાર બાદ આદિલ પિતાના વ્યવસાયને લઈને સુરત આવી ગયો હતો. જોકે મુંબઈની લાઈફસ્ટાઈલ છોડી શક્યો ન હતો. દરમિયાન સુરત આવ્યા બાદ આદિલ સુરતના કેટલાક ડ્રગ્સ સપ્લાયરના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તે મોટા ભાગના સમાજના યુવાનો સાથે ડ્રગ્સ પાર્ટી અને હુક્કાબાર તથા રેવ પાર્ટી કરતો હતો.

એક કરોડના ડ્રગ્સમાંથી 30 લાખનું આદિલનું હતું
5
દિવસની જહેમત બાદ પોલીસે આરોપી આદિલ સલીમ નૂરાનીની ધરપકડ કરી હતી. ખોજા સમાજના આગેવાન સલીમ નૂરાનીનો એકનો એક દીકરો આદિલ છે. તેઓ હોટલ, પેટ્રોલપંપ, થિયેટર અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ કેસમાં એક કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને તેમાં 300 ગ્રામનો જથ્થો આદિલનો હોવાનું સલમાને કબૂલ્યું છે. આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી આ ધંધામાં સંડોવાયેલા છે. પોલીસે આદિલની ડાયરીને આધારે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આદિલ નૂરાનીના મોબાઈલ ફોનની કોલ-ડિટેલ તપાસવામાં આવે તો સુરતના વધુ નબીરાઓનો ચહેરા બહાર આવી શકે તેમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post