• Home
  • News
  • સુરતના વિદ્યાર્થીને ખેંચની બીમારી, MLAએ સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવતાં 4 કલાકમાં 4 લાખ મળ્યા, હવે કેરળમાં ઓપરેશન
post

પિતાનો પગાર 15 હજાર હોવાથી મગજના ઓપરેશનના 3.5 લાખ કાઢવા મુશ્કેલ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-05 11:52:09

સુરત: વરાછા રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતાં તિર્થને ખેંચની બીમારી છે. કેરળમાં બ્રેઈનનું ઓપરેશન કરવા માટે 3.50 લાખની જરૂર હતી. જોકે તેના પિતાનો પગાર માત્ર 15 હજાર હોવાથી 4 વર્ષથી ઓપરેશન થઈ શક્યું નહોતું. માજી ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે કેમ્પેન ચલાવતાં લોકોએ માત્ર 4 કલાકમાં 3.94 લાખ સહાય કરી.

રાજકોટના સિસક ગામના મૂળ વતની અને વરાછાની ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ઠુંમર રત્નકલાકાર છે, જેમનો પગાર 15 હજાર છે. તેમના પત્ની ભગવતીબેન સાડીઓમાં સ્ટોન લગાવવાનું ઘરે કામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરો તીર્થ ધોરણ 10માં અભ્યાસ કરે છે, પરંતુ તેને છેલ્લાં 12 વર્ષથી ખેંચની બીમારી છે. સુરતના ડોક્ટરે કહ્યું કે કેરળની હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવું પડશે. જોકે તેનો ખર્ચ 3.50 લાખ થાય એમ છે. આમ, છેલ્લાં 4 વર્ષથી તીર્થનું ઓપરેશન થઈ શક્યું ન હતું. સોશિયલ મીડિયા કેમ્પેઈનથી 4 કલાકમાં 3.94 લાખ રૂપિયા એકત્રિત થઈ ગયા હતા. લોકોએ 10 રૂપિયાથી માંડીને 51 હજાર સુધીની સહાય કરી હતી.

આ રીતે 3.94 લાખની સહાય મળી શકી
તીર્થને ખેંચની બીમારી હોવાથી ઓપરેશન માટે મદદની જરૂર છે. આવો મેસેજ વાઇરલ થતાંની સાથે જ લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો, જેમાં કાંતિ રાખોલિયાએ 51 હજાર, ભરત શાહે 51 હજાર, ભરત જસાણીએ 21 હજાર અને સંસ્કાર દીપ સ્કૂલના સુરેશ ગોટીએ સ્કૂલ ફી માફ કરી હતી. સોસાયટીના સભ્યોએ કુલ 67 હજાર રૂપિયાની મદદ કરી હતી.

સોશિયલ મીડિયાના યૂઝર્સે કમાલ કરી
માજી ધારાસભ્ય પ્રફૂલ પાનશેરિયા કહે છે કે મારા ધ્યાનમાં આવ્યું કે તીર્થ ઠુંમરના પિતાજીને કમાણી ઓછી થઈ રહી છે અને ઘરમાં રૂપિયા ન હોવાને કારણે ધોરણ 10માં અભ્યાસ કરતાં દીકરાનું ઓપરેશન કરાવી નથી શકતાં. એટલે તરત જ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી. લોકોએ મદદ માટે ધોધ વહેવડાવ્યો. ઓપરેશન માટે 3.50 લાખ રૂપિયાની મદદની જરૂર છે. 3.94 લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post