• Home
  • News
  • સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 5.25 ઈંચ
post

માંગરોળમાં દિવસ દરમિયાનનો 5.25 ઈંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 11:02:19

દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી જનજીવન તરબતર થઈ ગયું છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સુરત જિલ્લામાં ઉમરપાડા બાદ માંગરોળમાં પણ બે કલાકમાં 72 મીમી મળીને દિવસ દરમિયાનનો 5.25 ઈંચ વરસાદ પડ્યો હોવાથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સુરત જિલ્લાના ઉમરપાડામાં તાલુકા મથક ચાર રસ્તા અને ઉચવાણ ગામમાં માત્ર દોઢ કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તો જાણી નદી બની ગયો હોય તેમ પાણી વહેવા લાગ્યું હતું. એકાદ કલાકમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

સુરત જિલ્લામાં બપોરે બે વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પડેલો વરસાદ
બારડોલી- 00
ચોર્યાસી - 00
કામરેજ - 01
મહુવા 05
માંડવી 03
માંગરોળ 72
ઓલપાડ 00
પલસાણા 00
સુરત સિટી 00
ઉમરપાડા 275

કોઝ વે પાણીમાં ગરક
ચિતલડા-ખાંભા બંગલીને જોડતા કોઝ વે પર પાણી ફરી વળ્યું છે. અચાનક ખાબકેલા ધોધમાર વરસાદના પગલે આ રસ્તો વાહન વ્યવહાર અને લોકો માટ બંધ કરી દેવાની ફરજ પડી છે.

વીરા નદીમાં ઘોડાપૂર આવ્યુ
ઉમરપાડા નદીમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા થોડા દિવસોથી નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો હતો. જો કે, અચાનક પડેલા વરસાદના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી.

20 સપ્ટેમ્બર સુધી વરસાદની એક્ટિવિટી રહેશે
હાલમાં આંધ્રપ્રદેશ કોસ્ટ પર બનેલ લૉ પ્રેશર સિસ્ટમ વીક છે. પરંતુ આ સિસ્ટમ ઓરિસ્સા, ઝારખંડ, યુ.પી તરફ મુવમેન્ટ કરશે. આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી સાથે અરબ સાગર અને રાજસ્થાન તરફથી આવતા પવનો એક સાથે મળવાથી ગુજરાતમાં આગામી 20 સુધી વરસાદની એક્ટિવિટી રહેશે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઇ શકે છે.

વરસાદ મુદ્દે શું કહે છે એક્સપર્ટ
હવામાન વિજ્ઞાની દેવચરણ દુબેએ જણાવ્યું હતું કે, લોકલ લાઇઝ સિસ્ટમને લઇ ઉમરપાડામાં ભારે વરસાદ થયો હશે. જંગલવાળો વિસ્તાર હોઇ અને થોડી ગરમીને લીધે વાદળો ઝડપથી ડેવલપ થાય છે. જેથી વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ બનતાં પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post