• Home
  • News
  • નેતાના પુત્ર અને પોલીસનો વિવાદ / સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે ટ્વિટ કરી પોલીસને નેતાની ગુલામ અને ભ્રષ્ટ ગણાવી, ક્યારેય માફી નહીં માંગે
post

રવિવારે પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓને મળ્યા બાદ ટ્વિટ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:55:39

સુરત: શહેરના વરાછાના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે બોલાચાલીથી વિવાદમાં આવેલી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ રવિવારે સાંજે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. હેડક્વાર્ટર જઈ આવ્યા બાદ સુનિતાએ ટ્વિટર પર એક ટ્વીટ કર્યું છે. જેમાં હું કઈ વાતની માફી અને શેના માટે માંગું ? ક્યારેય નહીં. તેમ લખ્યું છે. જ્યારે અન્ય એક ટ્વીટ મારફતે પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવી છે. રવિવારે સાંજે મીડિયા સાથે કરેલા ડ્રામામાં પોતે એક સેલિબ્રિટી બની ગઈ હોય તેવો રૂઆબ બતાવતી નજરે પડી હતી અને હવે તેણે પોલીસ, સિસ્ટમ અને નેતાઓ સામે સવાલો કર્યા છે.

ટ્વિટ મારફતે પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવી
રવિવારે સાંજે હેડક્વાર્ટરથી રોફમાં નીકળેલી સુનિતાએ ટ્વિટ કર્યું હતું કે "નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમના કેટલાક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કેમકે તેમને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધુ ગમે છે. આ જ ભ્રષ્ટ અને કમજોર સિસ્ટમના કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી રહ્યા છે પરંતુ અમે ઝૂકવાવાળા નથી." આ ટ્વીટ મારફતે સુનિતા સિસ્ટમમાં પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવતી જણાય છે.

હું સરકારની નોકરી કરું છું કોઈના બાપની નહીં
બીજા એક ટ્વીટમાં "હું સરકારની નોકરી કરું છું કોઈના બાપની નહીં એ બીજા જ લોકો હશે જે નેતાઓ અને મંત્રીઓની ગુલામી કરતા હશે. અમે સ્વાભિમાન સાથે સમાધાન કરી નોકરી નથી કરી વર્દી માટે ભારત માતાના શપથ લીધા છે. હું માફી માંગીશ કઈ બાબતે ? કયારેય નહીં". આ ટ્વીટથી જણાય છે કે સુનિતાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી માફી માંગવા દબાણ કરવામાં આવ્યું હોય શકે છે.

પોતાને સેલિબ્રિટી માનતી હોય તેમ મીડિયા સાથે રુઆબ બતાવ્યો
નેતાના પુત્ર સાથે બોલાચાલી મામલે વીડિયો તેમજ ઓડિયો વાઇરલ થયા બાદ નેશનલ લેવલ સુધી આ ઘટનાની નોંધ લેવાતા સુનિતા યાદવ પોતાને હવે સેલિબ્રિટી માનતી હોય તેમ મીડિયા સાથે રુઆબ બતાવ્યો હતો. જો કે પોલીસ હેડક્વાર્ટરમાં પોતે શેના માટે આવ્યા હતા અને પોલીસ સાથે બોલાચાલી થઈ હતી કે કેમ તે અંગે તેણે જણાવ્યું ન હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post