• Home
  • News
  • સુરેશ રૈનાએ કહ્યું- રોહિત ઇન્ડિયાનો આગામી ધોની બની શકે છે, તે પૂર્વ કેપ્ટનની જેમ દરેક ખેલાડીની વાત સાંભળે છે
post

સુરેશ રૈનાએ કહ્યું- કેપ્ટન તરીકે રોહિત શર્મા પોતે આગળ આવે છે અને પડકારોનો સામનો કરે છે અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જાળવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:21:13

ભારતીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન અમૂલ્ય છે. એટલે જ જ્યારે પૂર્વ કેપ્ટનના રિપ્લેસમેન્ટની વાત આવે છે ત્યારે મગજ વિચારશૂન્ય થઈ જાય છે. જોકે ઓલરાઉન્ડર સુરેશ રૈનાને લાગે છે કે, રોહિત શર્મા ધોનીની જગ્યા લઈ શકે છે. રૈનાએ એક પોડકાસ્ટમાં કહ્યું કે, ઇન્ડિયન ઓપનર આગામી ધોની બની શકે છે.

રૈનાનું માનવું છે કે રોહિતમાં કેપ્ટન તરીકેના બધા ગુણો છે. તે શાંત છે, અન્ય ખેલાડીઓને સાંભળવાનું પસંદ કરે છે અને તેમનો આત્મવિશ્વાસ હંમેશા વધારે છે. સૌથી મોટી વાત એ છે કે કેપ્ટન તરીકે તે પોતે આગળ આવીને લીડ કરે છે. જ્યારે તમારો કેપ્ટન આગળ આવે છે અને પડકારોનો સામનો કરે છે અને તે જ સમયે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જાળવે છે, ત્યારે તમારી પાસે ટીમ તરીકે બધું છે.

રોહિતે યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધાર્યો: રૈના

·         તેણે વધુમાં કહ્યું કે, રોહિત ટીમના દરેક ખેલાડીને કેપ્ટન માને છે. મેં તેને નજીકથી જોયો છે. જ્યારે અમે બાંગ્લાદેશમાં એશિયા કપ જીત્યો ત્યારે હું તેની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો. ત્યારે મેં જોયું છે કે તેણે કેવી રીતે યુવા ખેલાડીઓ શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલના આત્મવિશ્વાસને વધાર્યો.

રોહિત અને ધોની બંને મારા માટે અદભૂત છે

·         ડાબોડી બેટ્સમેને કહ્યું કે તેની સાથે રોહિત જેવા ખેલાડીઓ પણ છે. એમએસ ધોની પછી તે ટોચના ખેલાડીઓમાંનો એક છે. તેણે માહી કરતા વધુ આઇપીએલ ટ્રોફી જીતી છે, પરંતુ હું કહીશ કે બંને ખૂબ સમાન છે. બંનેને કેપ્ટન તરીકે સાંભળવું ગમે છે. જ્યારે તમારો કપ્તાન તમને સાંભળે છે, ત્યારે તમે ઘણી સમસ્યાઓ હલ કરી શકો છો, તમે ખેલાડીઓની માનસિક સમસ્યાઓ દૂર કરી શકો છો. તે બંને મારા માટે અદભૂત છે.

·         રોહિતનો રેકોર્ડ પણ રૈનાની વાતને સપોર્ટ કરે છે. તે IPL ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેણે 8 વર્ષમાં 4 વખત મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. વળી, જ્યારે પણ વિરાટ કોહલીને આરામ આપવામાં આવે છે અથવા ઈજાના કારણે રમી શકતો નથી, ત્યારે રોહિત કેપ્ટનશિપનો પડકાર સ્વીકારે છે.

રોહિત હેઠળ ભારત 20 T-20માંથી 16 જીત્યું

·         તેની કપ્તાની હેઠળ જ ભારતે 2018 માં નિદાહસ ટ્રોફી અને તે જ વર્ષે એશિયા કપ જીત્યો હતો. રોહિતે 10 વનડેમાં ભારતની કેપ્ટનશિપ કરી, તેમાંથી આઠમાંથી વિજય મેળવ્યો. આ સિવાય 20 T-20 મેચોમાં ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી, જેમાંથી ટીમે 16 મેચ જીતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post