• Home
  • News
  • સુશાંતની એક્સ મેનેજરની હત્યા નહોતી થઈ:CBIનો દાવો- દિશા સાલિયાન નશાની હાલતમાં 14માં માળેથી પડી હતી
post

દિશા ભારતી, વરુણ સહિત ઘણા સેલેબ્સની મેનેજર હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-23 19:15:21

સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સાલિયાનની મોત પર CBIએ મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીનો એવો દાવો છે કે, દિશાની હત્યાની એવી નથી. નશાની હાલતમાં બેલેન્સ બગડવાનાં કારણે 14માં માળેથી પડી ગઈ હતી. તેની હત્યાનું હજુ સુધી કોઈ પ્રૂફ મળ્યું નથી. આ ઘટનાને એક આકસ્મિક કિસ્સા તરીકે જાહેર કરી દેવામાં આવી હતી.

દિશાની મોત 8 જૂન, 2020ની રાતે બિલ્ડિંગની છત પરથી પડી જવાથી મોત થયું હતું. આ ઘટનાનાં છ દિવસ બાદ 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ પછી આ બંનેના મોત અંગે ઘણો વિવાદ થયો હતો અને CBI તપાસની માગ ઉઠી હતી.

ભાજપનાં નેતાએ સુશાંત અને દિશાનાં મોત સાથે કનેક્શન હોવાનો દાવો કર્યો હતો
ભાજપનાં નેતા નિતેશ રાણેએ તે સમયે દાવો કર્યો હતો કે, દિશા અને સુશાંતનાં મોત વચ્ચે સંબંધ છે. વિવાદ બાદ તેની તપાસ CBIને સોંપવામાં આવી હતી. લગભગ અઢી વર્ષ બાદ CBI પોતાનો રિપોર્ટ રજૂ કરવા જઈ રહી છે. દિશા તે સમયે મેનેજર તરીકે ઘણા સેલેબ્સ સાથે જોડાયેલી હતી. સુશાંતનાં મોત બાદ બોલિવૂડમાં નેપોટિઝમ, ડ્રગ્સ અને એવી જ વાતો પર ચર્ચા થઇ હતી.

જો કે, આ કેસમાં CBI ક્યારે પોતાનો ક્લોઝર રિપોર્ટ રજૂ કરશે, તે અંગે કોઇ અપડેટ નથી. CBIએ દિશાનાં મોતનો કોઈ અલગ કેસ નોંધ્યો ન હતો. સુશાંતનાં મોતની તપાસની સાથે તેની તપાસ પણ કરવામાં આવી રહી હતી. CBIએ પણ સ્પષ્ટતા કરી છે કે, ‘આ બંને મોત વચ્ચે કોઈ સંબંધ નથી.

દારૂનાં વધુ પડતાં સેવનને કારણે અકસ્માતઃ CBI અધિકારી
ઈ-ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન CBIનાં એક અધિકારીએ જણાવ્યું કે, ‘તપાસ દરમિયાન અમને ખબર પડી કે, દિશાએ 8 જૂનની રાત્રે પોતાનાં જન્મદિવસ નિમિતે ઘરે પાર્ટી રાખી હતી. કદાચ દારૂનાં વધુ પડતાં સેવનને કારણે દિશાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે તે ફ્લેટમાંથી નીચે પડી ગઇ હતી.

દિશાનાં મોત બાદ સામે આવેલ અમુક મીડિયા રિપોર્ટ મુજબ દિશાએ આ ઘટના પહેલાં પોતાનાં બોયફ્રેન્ડ રોહન રાય અને અમુક કોમન ફ્રેન્ડ્સ સાથે ડિનર લીધું હતું. આ પછી અકસ્માત સર્જાયો હતો. એ સમયે દિશા બંટી સજદેહની મેનેજમેન્ટ કંપની કોર્નર સ્ટોન માટે કામ કરતી હતી.

સૂરજ પંચોલી સાથે સંબંધ હોવાની અફવાઓ પણ ઉડી હતી
દિશા સાલિયાન અને આદિત્ય પંચોલીનાં પુત્ર સૂરજ પંચોલીનાં અફેરની વાતો પણ બોલીવૂડનાં કોરિડોરમાં થઇ હોવાના અહેવાલો વહેતા થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની સાથે સૂરજ પંચોલીનું નામ જોડાયું હતું. સૂરજે આ અફવાઓને નકારી કાઢતાં કહ્યું હતું કે, ‘તે દિશાને ઓળખતો પણ નથી. દિશાનાં મોતનાં થોડા સમય બાદ જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થયો હતો, જેમાં સૂરજ પંચોલી સાથે દિશા સાલિયાન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, આ ફોટો પર પ્રતિક્રિયા આપતાં સૂરજે મીડિયા અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તેણે કહ્યું કે, ‘તે ક્યારેય દિશાને મળ્યો નથી. ફોટોમાં જે જોવા મળી રહ્યું છે તે તેની મિત્ર અનુશ્રી ગૌર છે, જે હવે ભારતમાં રહેતી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post