• Home
  • News
  • યુપી ભાજપા અધ્યક્ષનું વિવાદિત નિવેદન:સ્વતંત્રદેવ સિંહે કહ્યું- ભારતનું પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ ક્યારે થશે તેની તારીખ મોદીએ નક્કી કરી છે
post

સ્થાનિક ભાજપા સાંસદ રવીન્દ્ર કુશવાહાએ કહ્યું-ભાજપા પ્રદેશ અધ્યક્ષે પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે આમ કહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 11:35:34

ઉત્તરપ્રદેશના ભાજપા અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ પોતાના વિવાદિત નિવેદન અંગે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતનું પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થશે, તેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી લીધો છે.

ભાજપા અધ્યક્ષનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં મે મહિનાથી જ તણાવ સર્જાયેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો ક્લીપમાં ભાજપ નેતા એમ કહેતા નજરે પડે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને કલમ 370ના નિર્ણયોની જેમ જ તેમણે એમ પણ નક્કી કરી લીધું છે કે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થશે.

23 ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં સિંહે ટીપ્પણી કરી
સ્વતંત્રદેવ સિંહનો આ વીડિયો ભાજપા ધારાસભ્ય સંજય યાદવે જારી કર્યો છે. સિંહ તેમના જ ઘરે 23 ઓક્ટોબરે થયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. સિંહે પોતાના ભાષણમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓની તુલના આતંકવાદીઓ સાથે કરી હતી.

ચીનની સાથે તણાવ ખતમ કરવા માગીએ છીએઃ રાજનાથ
સ્થાનિક સાંસદ રવીન્દ્ર કુશવાહાએ પ્રદેશ અધ્યક્ષના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું કે સિંહે પોતાના ભાષણમાં આવી વાતો પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે કહી છે. જ્યારે, બીજીતરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે ભારત ચીન સાથે તણાવ ખતમ કરવા માગે છે પણ અમે પોતાની એક ઈંચ જમીન પણ કોઈને લેવા નહીં દઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post