• Home
  • News
  • અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપમાં પ્રેક્ટિસ શરૂ થઈ, ભારતમાં ગાઈડલાઈન જ બની રહી છે
post

સ્વિમિંગમાં જે દેશોનો દબદબો ત્યાં ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી, ભારતમાં રાહ જોવાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 12:09:01

ભોપાલ: દેશમાં સ્વિમિંગ પૂલ-જીમ પર પ્રતિબંધ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા-યુરોપના અમુક દેશોમાં સ્વિમિંગ પૂલ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. દેશમાં પૂલ શરૂ કરવા ગાઈડલાઈન બની રહી છે. ઓલિમ્પિકમાં આમ તો આપણું પ્રદર્શન કંઈ ખાસ રહેતું નથી. જો સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે તો સ્વિમિંગમાં ઓલિમ્પિક ક્વોલિફાયર્સની આશા ઘટી શકે છે. ભારતીય સ્વિમિંગ ફેડરેશન અને ઓલિમ્પિક ક્વૉટા કે ક્વોલિફાઈંગ માર્કના ખેલાડી પૂલ શરૂ કરવાની માગ કરી ચૂક્યા છે. એક્સપર્ટ્સના મતે સ્વિમર્સને ફોર્મ મેળવવામાં 5-6 મહિના લાગશે.


અઠવાડિયા અગાઉ SOP તૈયાર, પરંતુ જાહેર ના કરાઈ
ટાસ્ક ફોર્સે એક અઠવાડિયા અગાઉ તૈયાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર સાઈને આપી છે. ટાસ્ક ફોર્સમાં સાઈ, ફેડરેશન અને એકેડમી મેનેજમેન્ટના લોકો સામેલ છે. એસઓપી બનાવવા માટે ફેડરેશને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, દ.આફ્રિકા અને બ્રિટનનો અભ્યાસ કર્યો. જોકે સાઈએ એસઓપી જાહેર કરી નથી. એસઓપી અનુસાર, જીમ, રેસિડન્સ એરિયામાં સાઈની ગાઈડલાઈન લાગુ થશે.


ટાસ્ક ફોર્સની ગાઈડલાઈન

·         પૂલમાં 2 BPM ક્લોરિન મેન્ટેર રાખવી. પૂલને જુદા-જુદા એરિયાથી સેમ્પલિંગ અને ટેસ્ટિંગ જરૂરી. 

·         એક લેનમાં એક જ સ્વિમર પ્રેક્ટિસ કરે. બાજુની લેનનો સ્વિમર પૂલના બીજા છેડેથી સ્વિમિંગ કરે. 

·         ખેલાડી અલગ-અલગ ગટર એરિયામાં સ્પ્રિટ કરે. જેથી સંક્રમણનું જોખમ ના હોય. 

·         ખેલાડી ચેન્જિંગ રૂમનો ઉપયોગ ના કરે. રેસિડન્સ એરિયામાં જઈ ચેન્જ કરે. 

·         સ્વિમિંગ અગાઉ અને પછી શાવર લે. કોચ PPE કિટ પહેરે તે જરૂરી.

ફિટનેસ માટે ડાયટ ઓછી કરી રહ્યાં છે ખેલાડી
100
મી ફ્રી-સ્ટાઈલમાં દેશના સૌથી ઝડપી સ્વિમર વીરધવન ખાડેએ વજનને નિયંત્રણમાં રાખવા ભોજનનું પ્રમાણ ઘટાડી દીધું છે. તે 50 ટકા જ ડાયેટ લે છે. યોગ અને બોડી વેટ ટ્રેનિંગ કરે છે. ખાડે મુંબઈ જીલ્લા તંત્ર વિભાગમાં કામ કરે છે. તે બીપીએલ કાર્ડ ધારકોને પેન્શન આપવાનું કામ કરે છે. જ્યારે બી કટ ઓલિમ્પિક ક્વૉટા મેળવી ચૂકેલા ઈન્દોરના અદ્વૈત પાગે ઘરમાં યોગ, કાર્ડિયો કરી રહ્યાં છે. 
ભારતીય સ્વિમિંગ ફેડરેશનના સેક્રેટરી ડી મોનલ ચોકસી કહ્યું કે, સરકારે સુરક્ષિત વાતાવરણમાં ઓલિમ્પિક ક્વૉટા મેળવી ચૂકેલા સ્વિમરને ટ્રેનિંગની મંજૂરી આપવી જોઈએ. તેમા તે ખેલાડી પણ સામેલ કરવા જોઈએ જે ક્વોલિફાઈંગ ટાઈમિંગ આસપાસ છે. જૂનમાં મંજૂરી મળવાની આશા છે.’ 

પૂર્વ ભારતીય કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડી નિહાર અમીને જણાવ્યું કે ઘણા દેશોના સ્વિમર્સે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. પરંતુ અમારે ત્યાં મંજૂરીના ફાંફા છે. આ આપણી તૈયારીઓને વધુ અસર કરશે. સ્વિમર્સને ફોર્મમાં આવતા ઓછામાં ઓછા 5-6 મહિના લાગશે.’  
આઈસીએમઆરના  વૈજ્ઞાનિક રજનીકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પૂલમાં સ્વિમિંગથી કોવિડ-19નું જોખમ કેટલું છે અથવા હોઈ શકે છે, આ અંગે અત્યારસુધી કોઈ રિસર્સ રિપોર્ટ સામે નથી આવી. જે સ્થળે અથ‌વા જીલ્લામાં કોઈ કેસ ના આવ્યો હોય તો ત્યાં પૂલ શરૂ કરવાની મંજૂરી આપી શકાય છે.’ 

 

adv

Related News

post
post
post
post
post
post
post