• Home
  • News
  • સિરિયાનો શોકિંગ વીડિયો:કોર્ટની બહાર શખસે ગ્રેનેડનો ધડાકો કર્યો, રોકવા માટે મથતા વકીલ સહિત ત્રણના ફુરચા ઊડી ગયા
post

ગ્રેનેડ ફૂટ્યા બાદ વધુ અફરાતફરી ના સર્જાય એ માટે સત્તાવાળાઓએ વિસ્તાર બ્લોક કરી દીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-29 10:18:30

સિરિયામાં પારિવારિક વિવાદનો કરુણ અંજામ સામે આવ્યો છે. સિરિયાની રાજધાની ટાર્ટસમાં આવેલા જસ્ટિસ પેલેસ સામે એક ગ્રેનેડ ફૂટતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, બે ભાઈ વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. બંને ભાઈ વકીલ સાથે જસ્ટિસ પેલેસ પહોંચ્યા હતા અને ત્યારે જ વિવાદ વકરતાં બોલાચાલી થઈ હતી. એક ભાઈએ ગ્રેનેડ હુમલાની ધમકી આપતાં વકીલે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વકીલ તેને પકડીને રોકે એ પહેલાં જ ગ્રેનેડ ફોડ્યો હતો. આ બ્લાસ્ટમાં બંને ભાઈ સાથે વકીલના પણ ફુરચા ઊડી ગયા હતા, સાથે જ ઘટનાસ્થળે હાજર 11 લોકો પણ ઘાયલ થયા હતા. બોમ્બઘડાકાની આ ઘટના બાદ તરત જ ઓથોરિટીએ આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દીધી હતી. આ મામલે સત્તાવાળાઓએ પણ આવું હિચકારું પગલું ભરવા પાછળના કારણને જાણવા માટે પણ તપાસ હાથ ધરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post