• Home
  • News
  • T20 WC 2021: મેન્ટોર તરીકે ધોનીને મળશે કેટલી રકમ? જય શાહે આપ્યો જવાબ
post

Dhoni on T20 WC 2021: એમએસ ધોનીને 17 ઓક્ટોબરથી શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે. ધોની પોતાની સેવા માટે કોઈ વેતન લેવાનો નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:37:55

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 17 ઓક્ટોબરથી શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટોર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ધોનીને આ જવાબદારી માટે કેટલી રકમ મળશે, આ સવાલ ફેન્સના દિલમાં તે દિવસથી છે જ્યારે આ વાતની જાહેરાત થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે મંગળવારે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ધોની કોઈ વેતન લેવાનો નથી. 

જય શાહે કહ્યુ- 'એમએસ ધોની ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટરના રૂપમાં પોતાની સેવાઓ માટે કોઈ વેતન લેવાનો નથી.' નોંધનીય છે કે બીસીસીઆઈએ 17 ઓક્ટોબરે યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે ધોનીની ટીમ ઈન્ડિયાના મેન્ટોર તરીકે નિમણૂક કરી છે. અહેવાલ પ્રમાણે ધોનીએ વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

ધોનીની નિમણૂંકને લઈને બીસીસીઆીના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે કહ્યુ હતુ કે તેમની હાજરીથી ભારતને ચોક્કસ ફાયદો થશે. તેમણે કહ્યું- ધોની એક મહાન કેપ્ટન રહ્યો છે. તેની આગેવાનીમાં ભારતે ટી20 વિશ્વકપ, 2010 અને 2016 એશિયા કપ, 2011 વિશ્વકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. રેકોર્ડ અદ્ભુત છે. આઈસીસી વિશ્વ કપ માટે ટીમના મેન્ટોરના રૂપમમાં ધોનીની એન્ટ્રી ખરેખર સારી છે. 

ધૂમલે ધોનીના પ્રદર્શનની ખુબ પ્રશંસા કરી હતી. ધૂમલે કહ્યુ- બધા ખેલાડી ધોનીનું સન્માન કરે છે. તેને લાવવાનો મતલબ કોઈની ભૂમિકા ઘટાડવાનો નથી. તેણે પણ શાનદાર કામ કર્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post