• Home
  • News
  • T20 વર્લ્ડ કપ ચેમ્પિયનને મળશે 13 કરોડ રૂપિયા:ICCએ પ્રાઈઝમની જાહેર કરી; ફાઈનલમાં હારનાર ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે
post

IPL ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 18:02:40

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરે શરૂ થઈ રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપની પ્રાઇઝમની જાહેર કરી દીધી છે. આ વખતે વર્લ્ડ ચેમ્પિયનને 13 કરોડ 5 લાખ 35 હજાર રૂપિયા મળશે. તચો રનર્સઅપને 6 કરોડ 52 લાખ 64 હજાર રૂપિયા મળશે. ICCની અપેક્સ ક્રિકેટ બોડીના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટમાં કુલ 45.68 કરોડ રૂપિયાની પ્રાઇઝમની રાખી છે.

ગત વર્ષે ઓસ્ટ્રેલિયાને 16 લાખ ડોલર મળ્યા હતા

ICCએ વર્લ્ડ કપની પ્રાઇઝમનીમાં કોઈ બદલાવ કર્યો હતો. ગત વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. ત્યારે તેમને આટલી જ પ્રાઇઝમની મળી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડને 6.5 કરોડ રૂપિયા મળ્યા હતા. ડોલરની સામે રૂપિયો નબળો પડતા, આ વખતે રૂપિયાની રીતે વધુ રકમ મળશે. ગત T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને ચેમ્પિયન બન્યું હતું.

કોને કેટલી રકમ મળશે

·         ચેમ્પિયન: 13 કરોડ 05 લાખ 35 હજાર 400 રૂપિયા

·         રનર્સ અપ: 6 કરોડ 52 લાખ 64 હજાર 280 રૂપિયા

·         સેમિફાઈનલિસ્ટ: 3 કરોડ 26 લાખ 20 હજાર 220 રૂપિયા

·         સુપર 12માં એક મેચ જીતનાર: 32 લાખ 62 હજાર 022 રૂપિયા

·         સુપર 12માં બહાર થનાર: 57 લાખ 08 હજાર 013 રૂપિયા

·         પહેલા રાઉન્ડમાં જીતનાર: 32 લાખ 62 હજાર 022 રૂપિયા

·         પહેલા રાઉન્ડમાંથી બહાર થનાર: 32 લાખ 62 હજાર 022 રૂપિયા

ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે

ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે રમાશે. આ મેચ મેલબર્નમાં રમાશે. 29 દિવસમાં આ ટુર્નામેન્ટમાં 16 દેશો ભાગ લેશે. ટુર્નામેન્ટની ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્નમાં રમાશે.

IPL ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા હતા

IPL-2022માં ગુજરાત ટાઈટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવીને ચેમ્પિયન બની હતી. આ જીત પછી BCCI તરફથી ગુજરાત ટાઈટન્સને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયા મળ્યા હતા. રનર્સઅપ રાજસ્થાન રોયલ્સને 12.5 કરોડ રૂપ્યા મળ્યા હતા. ત્રીજા સ્થાને રહેલી બેંગ્લુરુને 7 કરોડ રૂપિયા, જ્યારે ચોથા નંબરે રહેલી લખનઉની ટીમને 6.5 કરોડ રૂપિયા મળ્યા હતા.