• Home
  • News
  • ટી-20 વર્લ્ડ કપ શેડ્યૂલ:ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા-રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ
post

16 ઓક્ટોબરથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે, 29 દિવસમાં 45 મેચો રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-22 14:02:31

નવી દિલ્લી: આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આઠમા ટી-20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડનો 22 ઓક્ટોબરથી પ્રારંભ થશે. જેમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લેશે અને 45 મેચો રમાશે.

પ્રથમ રાઉન્ડ માટે 8 ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામા આવી છે. જેમની વચ્ચે 12 મેચ રમાશે. બંને ગ્રૂપની ટોપ-2 ટીમો સુપર-12 માટે ક્વોલિફાઈ કરશે. પ્રથમ રાઉન્ડની પ્રથમ મેચ શ્રીલંકા-નામીબિયા વચ્ચે રમાશે. ભારત 23 ઓક્ટોબરે ગ્રૂપ-2માં પાકિસ્તાન વિરુદ્ધ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટીમે 2021 વર્લ્ડ કપમાં પણ પ્રથમ મેચ પાક. વિરુદ્ધ રમી હતી. જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-12 રાઉન્ડના બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે.

ભારત 15 વર્ષથી ટ્રોફી જીત્યું નથી
ભારતે 2007માં પ્રથમ ટી-20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. તે પછી ટીમ માત્ર 2014માં ફાઈનલ રમી હતી, શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની. 2021માં ટીમ સેમિફાઈનલમાં પણ નથી પહોંચી શકી. ટીમે પ્રથમ 2 મેચમાં પાક. અને ન્યૂઝીલેન્ડની ટીમ સામે હાર મળી હતી. તે પછી અફઘાનિસ્તાન,સ્કોટલેન્ડ અને નામીબિયાને મોટા અંતરથી હરાવવાનો પણ ભારતને ફાયદો થયો નહીં.