• Home
  • News
  • ‘તારક મહેતા…’ના સૌથી પીઢ સદસ્યના મોતથી ચકચાર, આખી ટીમ સેટ પર ચોધાર આંસુએ રડી
post

આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા…’ સાથે જોડાયેલા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:22:15

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઅને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. હાલ શોના સેટ પર દુ:ખનો માહોલ છવાયેલો છે. આનંદ પરમારનું નિધન થતાં આખી ટીમ આઘાતમાં છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસથી આનંદ પરમાર બીમાર હતા. શનિવારે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ આનંદ પરમારનું નિધન થયું. ટીમના મેમ્બર્સ તેમને પ્રેમથી આનંદ દાદા કહીને બોલાવતા હતા.

આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથીતારક મહેતા…’ સાથે જોડાયેલા હતા. તે બધા આર્ટિસ્ટનો મેકઅપ કરતા હતા. તેમના મોતના સમાચાર મળતાં સીરિયલનું રવિવારનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે કાંદિવલી વેસ્ટના હિંદુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

 

મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દાદાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું કેઆજે અમે અમારા સૌથી વરિષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ ગુમાવ્યા છે. આનંદ દાદા પહેલા વ્યક્તિ હતા જેમને હુંતારક મહેતા…’ના ઓડિશન વખતે મળી હતી. તેઓ ઉમદા, પ્રેમાળ અને સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા. તમને હંમેશા યાદ કરીશું દાદા. તમારી આત્માને શાંતિ મળે.”

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોમલ હાથીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકાએ પણ આનંદ દાદાની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અંબિકાએ લખ્યું, “આનંદ દાદા, તમારી આત્માને શાંતિ મળે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post