• Home
  • News
  • હાઈડ્રોક્સીક્લોરોક્વીનના 6 ડોઝ લેવાથી 80% હેલ્થકેર કર્મચારીઓ સંક્રમણથી સુરક્ષિત, 4 ડોઝ પછી કોવિડ-19નું જોખમ ઘટી જાય છે
post

હાઈડ્રોક્સીક્લોરોક્વીન લેવાથી ઉલટી, માથામાં દુખાવો અને ડાયેરિયા જેવી આડઅસર થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:33:39

કોરોનાને અટકાવવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ)ના ઉપયોગ અંગે કરવામાં આવેલ રિસર્ચના સારા પરિણામ આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, HCQના 6 અથવા વધુ ડોઝ લેવાથી 80 ટકા હેલ્થકેર કર્મચારીઓ સંક્રમણથી બચી ગયા. 

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, HCQના 4 ડોઝ લીધા પછી ચેપનું જોખમ ઘટી જાય છે. પરંતુ ચેપથી બચવા માટે PPE કીટ અને અન્ય સાવધાની રાખવી જરૂરી છે. હેલ્થકેર કર્મચારીઓના બે ગ્રુપ કોરોના પોઝિટિવ અને કોરોના નેગેટિવમાં વિભાજીત કરીને રિસર્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ ગ્રુપમાં 378 અને બીજામાં 373 લોકો સામેલ હતા.

સ્કિન પર ચકામાં જેવી આડઅસર પણ જોવા મળી
બંને ગ્રુપમાં HCQની ત્રણ સાઈડ ઈફેક્ટ લગભગ એક જેવી હતી. બંને ગ્રુપના લોકોમાં ઉલટી, માથામાં દુખાવો, અને ડાયેરિયા જેવી આડઅસરો જોવા મળી હતી. કેટલાક લોકોને ત્વચા પર ફોલ્લીઓ પણ થઈ હતી. ICMRના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હેલ્થકેર વર્કર્સમાં ચેપનું જોખમ વધારે હોવાને કારણે વિશ્વભરમાં ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ રિસર્ચનું મહત્ત્વ વધી ગયું છે. 

WHOએ ગયા અઠવાડિયે HCQનું ટ્રાયલ બંધ કર્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)HCQ દવાની આડઅસર થતી હોવાથી તેનું ક્લિનિકલ ટ્રાયલ અત્યારે બંધ કરી દીધું છે. જો કે, ICMRના જણાવ્યા પ્રમાણે, તેઓ કોરોનાની સારવારમાં HCQનો ઉપયોગ ચાલુ રાખશે. ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્વના જણાવ્યા પ્રમાણે, કાઉન્સિલને આ દવાને અસરકારક ગણાવી છે. તેની આડઅસર પણ ઓછી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા સરકારના જણાવ્યા પ્રમાણે, નોન-કોવિડ -19 હોસ્પિટલોમાં કાર્યરત સુરક્ષા કર્મીઓ પણ આ દવાનો ઉપયોગ કરી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post