• Home
  • News
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:મુનમુન દત્તાએ લેપર્ડ પ્રિન્ટનો સ્વિમસૂટ પહેરીને મડ બાથ એન્જોય કર્યો
post

મુનમુન દત્તાએ 2017માં જોર્ડન પ્રવાસની તસવીરો શૅર કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 12:06:06

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ બબીતાજી એટલે કે મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. સિરિયલમાં જ નહીં રિયલ લાઇફમાં પણ મુનમુન દત્તા ફૅશનેબલ છે. મુનમુન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ મુનમુને 2017ની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં મુનમુન દત્તા મડ બાથ લેતી જોવા મળી હતી.

વેકેશનની યાદ આવી
મુનમુન દત્તા 2017માં જોર્ડનના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસની તસવીરો શૅર કરીને મુનમુન દત્તાએ કહ્યું હતું, 'મૃત સમુદ્ર અને મડ બાથ, જોર્ડન 2017.' આ તસવીરોમાં મુનમુન દત્તા સમુદ્ર કિનારે બિકીની પહેરીને મડબાથ લેતી હોય છે.

થોડાં દિવસ પહેલાં પણ જોર્ડનના પ્રવાસની તસવીરો શૅર કરી હતી
તે સમયે મુનમુન દત્તાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, ચાર વર્ષ પહેલાં...2017 જોર્ડનમાં અનેક જગ્યાએ ફરી. મેં કામ તથા ટ્રાવેલ બંને કર્યું.'

જાતિવાચક શબ્દને કારણે વિવાદમાં આવી હતી
મુનમુન દત્તાએ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો. જોકે, વિરોધ શાંત ના થતાં મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં માફી માગતું નિવેદન જાહેર કર્યું હતું તેમ છતાંય તેની પર વિવિધ રાજ્યોમાં કેસ થયા હતા.

સુપ્રીમમાંથી રાહત મળી
'
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. સુપ્રીમે મુનમુન વિરુદ્ધ દાખલ થયેલા તમામ કેસો પર સ્ટે મૂક્યો છે. મુનમુન વિરુદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કેસ કરવામાં આવ્યો હતો.

'તારક મહેતા'થી ઓળખ મળી
33
વર્ષીય મુનમુન દત્તાને 'તારક મહેતા'થી અલગ ઓળખ મળી હતી. જુલાઈ 2008થી આ શો શરૂ થયો છે. ટીવીની હિસ્ટ્રીમાં સૌથી લાંબા ચાલનારા શોની યાદીમાં 'તારક મહેતા' પાંચમા સ્થાને છે. આ શોના 3000થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે.

2004માં ટીવી ડેબ્યૂ કર્યું હતું
મહારાષ્ટ્રના પુનામાં રહેતી મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post