• Home
  • News
  • અમેરિકા પર નિશાન:બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર 3 રોકેટથી હુમલો, એક સપ્તાહમાં ત્રીજી ઘટના; કોઈ જાનહાનિ નહીં
post

શિયા વિદ્રોહી જૂથે હુમલાની જવાબદારી લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-23 08:30:45

ઈરાકની રાજધાની બગદાદમાં હાઈ સિક્યુરિટી ગ્રીન ઝોન એરિયામાં સ્થિત અમેરિકન દૂતાવાસ પર ત્રણ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી એક ગ્રીન ઝોનની અંદર પડ્યું પણ બાકી બંને રોકેટ નજીકના રહેણાંક વિસ્તારમાં પડ્યા હતા. થોડા મહિનાઓની શાંતિ પછી ઈરાકમાં એક સપ્તાહમાં આ પશ્ચિમી સૈન્ય સ્થળ પર ત્રીજો હુમલો છે. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી.

વધુ હુમલાની અપાઈ હતી ચેતવણી
થોડા દિવસ અગાઉ ઈરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં અમેરિકન એરપોર્ટને પોતાના રોકેટ હુમલાથી હચમચાવનાર ઈરાકી આતંકી જૂથે ચેતવણી આપી હતી કે અમેરિકન કબજા વિરુદ્ધ આગળ પણ હુમલા ચાલુ રખાશે.

આ ભીષણ હુમલામાં એક વિદેશી સિવિલિયન કોન્ટ્રાક્ટરનું મોત થયું હતું અને અન્ય 9 લોકો ઘાયલ થયા હતા. જેમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ સામેલ હતા.

શિયા વિદ્રોહી જૂથે હુમલાની જવાબદારી લીધી
આ રોકેટ હુમલો સોમવારે મોડી રાત્રે ઈરબિલ શહેરથી કરાયો હતો. આ રોકેટ હુમલાની જવાબદારી શિયા વિદ્રોહી જૂથ અવલિયા અલ-ડૈમ નામના સંગઠને લીધી છે. ગત એક વર્ષમાં એવા અનેક સંગઠનો સામે આવ્યા છે જેઓ દાવો કરે છે કે તેમણે અમેરિકન સ્થળો પર હુમલા કર્યા છે અમેરિકન અને ઈરાકી ગુપ્તચર સંગઠનોનું માનવું છે કે આ તમામ ઈરાન સમર્થક કતૈબ હિઝબુલ્લા અને અસૈબ અહલ અલ-હકના સભ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post