• Home
  • News
  • તાતા મોટર્સે સાણંદ પ્લાન્ટમાં 300000મી ટીયાગોનું ઉત્પાદન કર્યું
post

સાણંદ પ્લાન્ટમાં અત્યાર સુધીમાં કુલ 6.25 લાખ કાર્સનું ઉત્પાદન

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:54:37

ઓટો ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે લોકડાઉન પૂર્વેની સ્થિતિમાં આવી રહ્યાં છે. વ્હિકલ્સના વેચાણોમાં વૃદ્ધિ સાથે ઉત્પાદન ક્ષમતા તાતા મોટર્સ જેવી મોટી કંપનીઓમાં 80 ટકા આસપાસ સ્થાપિત થઇ ચૂકી છે. તાતા મોટર્સની સત્તાવાર જાહેરાત અનુસાર કંપનીએ આજે તેના સાણંદ પ્લાન્ટ ખાતે 300000મી ટીયાગો કારનું ઉત્પાદન કર્યું છે.

કંપનીએ સાણંદ પ્લાન્ટ ખાતે અત્યારસુધીમાં ટીયાગો તેમજ ટીગોર, ટીગોર ઇવી મળીને કુલ 6.25 લાખ યુનિટ્સનું ઉત્પાદન કર્યું છે. તે પૈકી ઇમ્પેક્ટ ડિઝાઇન ફિલોસોફી હેઠળ તૈયાર થતી ટીયાગોના 3 લાખ નંગનું ઉત્પાદન થયું છે. કંપની કોવિડ-19ના કારણે તા. 30 માર્ચથી 13 મે સુધી કંપનીનો પ્લાન્ટ બંધ રહ્યો હતો. પરંતુ પ્લાન્ટે ઉત્પાદનના પ્રથમ માસમાં જ 4 હજાર કાર્સનું ઉત્પાદન કર્યું હતું. જે વધી હવે ફરી દિવસની 400 કાર્સની 80 ટકાની ઉત્પાદન ક્ષમતાએ પહોંચી ગયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post