• Home
  • News
  • વાકા વાકા ગર્લ શકીરા સામે સ્પેનમાં ટેક્સ ચોરીનો કેસ કોર્ટમાં
post

મૂળ બહામાસની નિવાસી શકીરા ૨૦૧૨-૧૪ દરમિયાન બાર્સેલોનામાં વસવાટ કરતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 17:36:51

બાર્સેલોના: પ્રસિદ્ધ પોપ સિંગર અને ફૂટબોલ વર્લ્ડ કપમાં વાકા વાકા નામના ગીતથી વધારે વૈશ્વિક ઓળખ ઉભી કરનાર શકીરા સામે સ્પેનની કોર્ટમાં ટેક્સ ચોરીના કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્પેનની સરકાર દ્વારા શકીરા સામે ૨૦૧૨થી ૨૦૧૪માં અહી રળેલી ૧.૪૫ કરોડ યુરો કે ૧.૩૯ કરોડ ડોલરની આવકમાં ટેક્સ છુપાવા અંગેનો કેસ વર્ષ ૨૦૧૮માં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં શકીરા દોષિત થાય તો તેની સામે જંગી દંડ ઉપરાંત આઠ વર્ષની જેલની સજા થઇ શકે છે. 

જોકે, ૪૫ વર્ષીય ગાયિકા શકીરાએ પોતે કોઈ ખોટું કર્યું નથી, આવક છુપાવી હોવાના આરોપમાં દોષિત હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. શકીરાએ આ કેસ પૂર્ણ કરવા માટે સ્પેન સરકારે કરેલી દરખાસ્ત પણ નામંજૂર કરી છે. તેણે દાવો કરો છે કે આ કેસમાં પોતે ૩૦ લાખ જેટલી રકમ સરકારને વ્યાજ સહીત ચૂકવી આપી છે. 

મૂળ બહામાસની નિવાસી શકીરા ૨૦૧૨-૧૪ દરમિયાન બાર્સેલોનામાં વસવાટ કરતી હતી. આ વસવાટના આધારે સ્પેનનો દાવો છે કે શકીરાએ તેની આવકના અર્ધા ભાગમાં સ્પેન સરકારના નિયમ અનુસાર ટેક્સ ચૂકવવો જોઈએ. 

સ્પેનના સ્ટાર ફૂટબોલર જેરાડ પીકે સાથે સંબંધોના કારણે શકીરા બાર્સેલોનામાં વસવાટ કરતી હતી. બન્નેના બે બાળકો છે અને તાજેતરમાં બન્નેએ ૧૧ વર્ષના સંબંધો પછી છુટાછેડા લઇ લીધા છે. 

સ્પેન સરકારે ફૂટબોલ સ્ટાર લીયોનેલ મેસ્સી અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સામે પણ આવી જ રીતે કરચોરી અંગેના કેસ કર્યા છે. બન્ને ટેક્સ ચોરીમાં દોષિત ઠર્યા છે પણ પ્રથમ વખત આ રીતે પકડાયા હોવાથી જેલવાસથી બચી ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post