• Home
  • News
  • ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં:પાંચમી ટેસ્ટમાં ભારતની લીડ 257 રન, પુજારાએ 33મી ફિફ્ટી ફટકારી, કોહલીનો ફ્લોપ શો યથાવત
post

ઈંગ્લેન્ડના બેસ્ટમેન જોની બેયરસ્ટોએ ટેસ્ટ કેરિયરની 11મી સદી ફટકારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 11:38:17

બર્મિગહામ: બર્મિંગહામમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગમાં 284 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે તેની બીજી ઈનિંગમાં ત્રીજા દિવસના અંતે ત્રણ વિકેટના નુકસાને 125 રન બનાવી લીધા હતા. આમ ટીમ ઈન્ડિયાની લીડ 257 રન થઈ ગઈ છે. પુજારા 50 રને અને પંત 30 રને રમતમાં છે.

વિરાટનો ફ્લોપ શો
વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન યથાવત છે. બીજી ઈનિંગમાં તે રીતે તે રમી રહ્યો હતો તેના પરથી એવું લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમશે પરંતું 40 બોલમાં 20 રન બનાવી તે આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં કોહલી 11 રને થયો હતો. છેલ્લે તેણે 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી.

ઈંગ્લેન્ડના બેસ્ટમેન જોની બેયરસ્ટોએ ટેસ્ટ કેરિયરની 11મી સદી ફટકારી હતી. તેણે 140 બોલમાં 106 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ તેને આઉટ કર્યો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની ટેસટમાં તેણે 136 અને 162 રન બનાવ્યા હતા. 2022માં ઈંગ્લેન્ડના આ બેટ્સમેને 5 સદી ફટકારી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post