• Home
  • News
  • ટીમ ઈન્ડિયાનું ફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચુર:ભારતનો 10 વિકેટે નાલેશીભર્યો પરાજય, એલેક્સ હેલ્સ અને બટલરની તોફાની ફિફ્ટી
post

ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ, જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-10 16:56:30

T20 વર્લ્ડ કપ-2022ની બીજી સેમી-ફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એડિલેડમાં રમાઈ રહી ગઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ફાઈનલ રવિવારે 13 નવેમ્બરે પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

ટીમ ઈન્ડિયાએ આપેલા 169 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડના ઓપનર્સે પાર પાડી લીધો હતો. ઇંગ્લેન્ડના બન્ને ઓપનર્સે ટીમ ઈન્ડિયાના બોલર્સની ધોલાઈ કરી હતી. તેઓએ આ ટાર્ગેટ 16 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. એલેક્સે હેલ્સે 47 બોલમાં 86 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 182.98ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તો જોસ બટલરે 49 બોલમાં 163.27ની સ્ટ્રાઈક રેટથી અને 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા હતા.

અગાઉ ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 33 બોલમાં જ 63 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ બન્ને પ્લેયર્સે ટીમની ઇનિંગને સંભાળીને ટીમના સ્કોરને 168 રન સુધી પહોંચાડ્યો હતો. હાર્દિકે કમાલનું ફિનિશિંગ કર્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ, જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.

હાર્ડ હિટર પંડ્યાનું પાવરફૂલ ફિનિશિંગ

ટીમ ઈન્ડિયા હાર્ડ હિટર હાર્દિક પંડ્યાએ શરૂઆત ધીમી કરી હતી. પરંતુ પાછળથી તેમણે જોરદાર ફિનિશિંગ કર્યું હતું. તેમણે 190.91ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 33 બોલમાં 63 રન ફટકાર્યા હતા. તેમણે અને વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના ઇનિંગને સંભાળી હતી. અને બન્ને વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post