• Home
  • News
  • મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેનાના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અરજી કરી
post

વિધાનસભા સ્પીકર બન્યા બાદ રાહુલ નાર્વેકરે ઠાકરે જૂથ સાથે સંબંધ ધરાવતા સુનીલ પ્રભુને દૂર કરીને ટીમ શિંદેના ભરત ગોગાવાલેને શિવસેનાના ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 11:23:09

મુંબઈ: શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના મુખ્ય સચેતક ભરત ગોગાવાલેએ વિધાનસભા અધ્યક્ષને વ્હિપના ઉલ્લંઘનના આરોપસર પાર્ટીના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની અરજી કરી છે. તે 16 ધારાસભ્યોને સસ્પેન્શન માટે નોટિસ પાઠવવામાં આવશે. અધ્યક્ષના કાર્યાલય દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. 

વિધાનસભા સ્પીકર બન્યા બાદ રાહુલ નાર્વેકરે ઠાકરે જૂથ સાથે સંબંધ ધરાવતા સુનીલ પ્રભુને દૂર કરીને ટીમ શિંદેના ભરત ગોગાવાલેને શિવસેનાના ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે હવે ભરત ગોગાવાલેએ શિવસેનાના ધારાસભ્યો માટે વ્હિપ બહાર પાડ્યું છે અને શિંદે સરકારના સમર્થનમાં મત આપવા માટે કહ્યું છે. જે ધારાસભ્યો આ વ્હિપનું ઉલ્લંઘન કરશે તેમના પર અયોગ્યતાની તલવાર લટકશે. આ કારણે જ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ સમર્થક 16 ધારાસભ્યો અસમંજસમાં છે. 

તેના પહેલા ઉદ્ધવ ઠાકરેની ટીમને આંચકો આપીને વિધાનસભાના નવા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રવિવારે રાતે અજય ચૌધરીને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકેના પદ પરથી દૂર કર્યા હતા. તેમણે એકનાથ શિંદેને ફરી શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે માન્યતા આપી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post