• Home
  • News
  • તેજસ્વી પ્રકાશ બની વિનર, પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર-અપ, સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી સલમાન ખાન અને શહનાઝ બન્ને રડી પડ્યાં
post

નિશાંત ભટ્ટે 10 લાખ રૂપિયા લઈ શો છોડી દીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-31 11:57:59

મુંબઈ: ટીવી રિયાલિટી શો બિગ બોસમાં તેજસ્વી પ્રકાશ સીઝન 15ની વિનર બની છે, ત્યારે પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર અપ રહ્યો છે. તેજસ્વીને ટ્રોફીની સાથે 40 લાખની પ્રાઇઝ મની પણ આપવામાં આવી છે. આ સીઝનમાં ટોપ 4માં કરણ કુંદ્રા અને નિશાંત ભટ્ટ પણ હતા, પરંતુ નિશાને ઓપ્શનમાં આપેલા 10 લાખ રૂપિયા લઈ શો છોડી દીધો હતો. દિવંગત સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી સલમાન ખાન અને શહનાઝ બન્ને રડી પડ્યાં હતાં.

શહનાઝે સિદ્ધાર્થને ટ્રિબ્યૂટ આપી
બિગબોસ 13ના વિનર અને દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાને શહનાઝે ડાન્સ પર્ફોર્મન્સ દ્વારા ટ્રિબ્યૂટ આપી હતી. આ પર્ફોર્મન્સની મદદથી શહનાઝે સિદ્રાર્થ સાથે 13મી સીઝનની સફરને યાદ કરી હતી. શહનાઝનું પર્ફોર્મન્સ જોઈને તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

નાગિન 6ની લીડ એક્ટ્રેસનું એલાન
બિગ બોસના મંચ પરથી નાગિન-6 અને એની લીડ એક્ટ્રેસનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આ શોમાં બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ જ નાગિનના રોલમાં જોવા મળશે અને આ શો એકતા કપૂર પ્રોડ્યુસ કરશે.

કરણના બહાર જવા પર ઉમર રિયાઝની કમેન્ટ
કરણ કુન્દ્રા ફિનાલેના ટોપ 2માં જગ્યા ન બનાવી શકતાં અને ઓછા વોટને કારણે બહાર થઈ ગયો હતો. કરણના બહાર જવાથી જ એક્સ-કન્ટેસ્ટન્ટ અને તેના દોસ્ત ઉમરે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી તેનાં વખાણ કર્યાં હતાં. તેણે લખ્યું હતું કે કરણ તું બહુ સારું રમ્યો. જીવનમાં ક્યારેક એવું પણ થાય કે જે તમે ઇચ્છતા હો એ મળતું નથી. આવું એટલા માટે નથી થતું કે તમે એ ડિઝર્વ નથી કરતા, પરંતુ તમારા માટે એના કરતાં પણ વધારે સારી તક તમારા માટે તૈયાર હશે.

શ્વેતા તિવારીએ પહેલા જ હિન્ટ આપી દીધી હતી
શ્વેતા બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં સ્પેશિયલ પર્ફોર્મન્સના શૂટ માટે પહોંચી હતી. ત્યાર બાદ તેને બિગ બોસ 15ના વિનરનું નામ પૂછતાં તેણે કહ્યું હતું કે તેજા હશે.શ્વેતાએ ત્યાર બાદ અચાનક જ વાત બદલતાં કહ્યું, ‘અરે, વિનર વિશે ન જણાવી શકાય યાર. તેજા હશે, શમિતા હશે અને તે બંનેમાંથી કોણ હશે... મારા ખ્યાલથી પ્રતીક હશે

 

adv

Related News

post
post
post
post
post
post
post