• Home
  • News
  • ટેલિકોમ કંપનીઓ 23મી જાન્યુઆરી સુધી 1.47 લાખ કરોડ ચૂકવે: સુપ્રીમ
post

વોડા.-આઈડિયાનું 53 હજાર કરોડ, એરટેલનું 35 હજાર કરોડ દેવું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 09:16:18

નવી દિલ્હી: એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના દેવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એજીઆર કેસમાં ટેલિકોમ કંપનીઓને 23મી જાન્યુઆરી સુધીમાં રૂ. 1.47 લાખ કરોડ ચૂકવવાનો આદેશ કરતા કહ્યું હતું કે, અરજી પર વિચાર કરવાનું કોઈ યોગ્ય કારણ નથી. બાદમાં કંપનીઓએ રિવ્યૂ પિટિશન કરતા સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરુણ મિશ્રા, એસ.. નજીર અને એમ.આર. શાહની ખંડપીઠે ઠેરવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓની અરજીનું મેરિટ નથી.


અગાઉ 24 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, એજીઆરમાં નોન-ટેલિકોમ રેવન્યૂ ગણવાની પણ જરૂર છે. દરમિયાન કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના નિયમો પ્રમાણે, એજીઆરની વ્યાખ્યા માન્ય ઠેરવીને કહ્યું હતું કે, ‘ મુદ્દે ટેલિકોમ કંપનીઓએ ઉઠાવેલો વાંધો વ્યર્થ છે.’ કેસમાં કંપનીઓએ વ્યાજ, દંડ અને દંડ પરના વ્યાજ મુદ્દે ફેરવિચારણા કરવા અરજી કરી હતી. મુદ્દે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં કહ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ સરકારને લાયસન્સ ફી પેટે રૂ. 92,642 કરોડ તેમજ સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે બીજા રૂ. 55,054 કરોડ લેવાના બાકી છે.


દેશના ડિજિટલ મિશનને ઝટકો લાગશે: એરટેલ
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભારતી એરટેલે ગુરુવારે કહ્યું કે, અમે કોર્ટનું સનમાન કરીએ છીએ, પરંતુ અમે નિરાશ પણ છીએ. એજીઆરને લઈને અમારી માંગ યોગ્ય હતી. હવે અમે ક્યુરેટિવ પિટિશન કરવાનું વિચારી રહ્યા છીએ. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી ઘણાં સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. ચુકાદાથી તો દેશના ડિજિટલ મિશનને ઝટકો લાગશે. ઈન્ડસ્ટ્રીએ હજુ પણ નેટવર્ક વિસ્તારવા અને નવી ટેક્નોલોજી માટે સ્પેક્ટ્રમ હાંસલ કરવા મોટો ખર્ચ કરવાની જરૂર છે. ટેલિકોમ કંપનીઓને એજીઆરની સાથે સાથે વ્યાજ અને દંડની રકમ પણ ચૂકવવાની છે, જે એજીઆરની કુલ રકમથી આશરે 75% છે. નોંધનીય છે કે, વોડાફોન-આઈડિયા સહિતની કંપનીઓએ પણ ક્યુરેટિવ પિટિશનની વાત કરી હતી.


વોડાફોન-આઈડિયાના અસ્તિત્વ પર સંકટ
ચુકાદાથી વોડાફોન-આઈડિયાના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. કેઆર ચોક્સે ઈન્વેસ્ટમેન્ટના એમડી દેવેન ચોક્સેએ કહ્યું કે, હવે વોડાફોન-આઈડિયાનું ભાવિ અનિશ્ચિત છે. જો કોઈ ખરીદાર નહીં મળે તો કંપનીઓએ બચવું મુશ્કેલ છે.


જિયોની સ્પર્ધાના કારણે ટેરિફ વધારવા સરળ નથી
ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પાસે દેવું ચૂકવવા ટેરિફ વધારવાનો વિકલ્પ પણ નથી બચ્યો. કંપનીઓ પહેલેથી ટેરિફમાં 40% સુધીનો વધારો કરી ચૂકી છે. જિયો પર દેવાની રકમ ના બરાબર છે. સ્થિતિમાં અન્ય કંપનીઓ ટેરિફ વધારે તો ગ્રાહકો જિયોમાં જઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post