• Home
  • News
  • સૌરવે કહ્યું- તેંડુલકર હંમેશા મને જ સ્ટ્રાઈક લેવાનું કહેતો હતો, આના માટે તેની પાસે બે જવાબ તૈયાર હતા
post

તેંડુલકર અને ગાંગુલીએ 176 વનડે ઇનિંગ્સમાં 47.55ની એવરેજથી 8227 રન બનાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 09:22:53

નવી દિલ્લી: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ,સચિન તેંડુલકર હંમેશા મને પ્રથમ બોલ પર સ્ટ્રાઈક લેવાનું કહેતો હતો. તેણે આ ખુલાસો મયંક અગ્રવાલ સાથે ઓનલાઇન ચેટિંગ દરમિયાન કર્યો હતો. ગાંગુલીએ કહ્યું કે, સ્ટ્રાઈક ન લેવા પાછળ સચિન પાસે બે કારણો હતા. તેની પાસે સારા ફોર્મ અને ખરાબ ફોર્મ બંનેનો જવાબ હતો. ફોર્મમાં હોય તો કહેતો કે તેણે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર રહેવું જોઈએ, જેથી ફોર્મ યથાવત રહે. ખરાબ ફોર્મમાં હોય તો કહેતો હતો કે મારે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર રહેવું જોઈએ, તેનાથી મારા પરનું દબાણ ઘટી જાય. 

ગાંગુલી અને મયંકની આ વાતચીતનો વીડિયો BCCI દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ગાંગુલીએ કહ્યું કે એક કે બે વાર સચિને પણ પહેલા બોલે સ્ટ્રાઈક લીધી છે. પણ આવું ત્યારે થતું હતું જ્યારે હું પહેલેથી નોન-સ્ટ્રાઇકર એન્ડ પર જઈને ઉભો રહી જાઉં.

તેંડુલકર-ગાંગુલી સૌથી સફળ ઓપનિંગ જોડી
તેંડુલકર અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ વનડેમાં 176 ઇનિંગ્સ રમી છે. બંનેએ સાથે મળીને 47.55ની સરેરાશથી 8227 રન બનાવ્યા છે. આ દરમિયાન 26 સદી અને 29 ફિફટીની પાર્ટનરશિપ કરી છે. સચિન-સૌરવ રનના મામલે વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડી છે.

રોહિત અને શિખર ધવનની જોડી પણ ખૂબ સફળ
વિરેન્દ્ર સેહવાગ-સચિન અને સહેવાગ-ગાંગુલીએ પણ ભારત માટે ઘણી સફળ ઇનિંગ્સ રમી છે. હાલમાં રોહિત શર્મા અને શિખર ધવનની જોડી પણ સફળ રહી છે. જોકે, ગાંગુલી અને તેંડુલકર જેવી ભાગીદારી હજી સુધી જોવા મળી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post