• Home
  • News
  • બાલાકોટમાં એરસ્ટ્રાઇક બાદ પણ નથી સુધર્યું પાકિસ્તાન, મહિનાઓથી ધમધમી રહ્યાં છે આતંકી કેમ્પ
post

બાલાકોટમાં એરસ્ટ્રાઇક બાદ પણ નથી સુધર્યું પાકિસ્તાન, મહિનાઓથી ધમધમી રહ્યાં છે આતંકી કેમ્પ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:16:12

પીઓકેના બાલાકોટમાં ભારતીય સેનાએ એરસ્ટ્રાઇક કરીને જૈશના આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો, ત્યાર બાદ દુનિયા આખીને ખબર પડી હતી કે પાકિસ્તાન હજુ આતંકીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, પાકનો અસલી ચહેરો દુનિયા સામે આવ્યો હોવા છંતા તે હજુ સુધર્યું નથી, ભારતીય સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે જણાવ્યું છે કે બાલાકોટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકી કેમ્પ સક્રીય થયા છે, અહી આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.500 જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર છે, જો કે ભારતીય સેનાએ પાકિસ્તાન સેના અને આતંકવાદીઓની ચાલને સમજીને એલઓસી પર વધુ સૈનિકો તૈનાત કરી દીધા છે.

આર્મી ચીફને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું આ વખતે પણ ભારતીય સેના એરસ્ટ્રાઈક કરશે, તેમને જવાબ આપ્યો કે આપણે તેનાથી પણ આગળ વધવા તૈયાર છીએ, આતંકવાદને જડબાતોડ જવાબ આપવા આપણા જવાનો તૈયાર છે, ચીન સરહદ પર પણ તનાવ મામલે તેમને ચીન પર શાબ્દીક પ્રહાર કર્યા હતા કહ્યું કે ભારત દુશ્મનોને જવાબ આપવા સક્ષમ છે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ હિંસા ફેલાવવા ષડયંત્ર કરી રહ્યાં છે, જેથી ભારતીય સેનાએ પેટ્રોલિંગ વધારી દીધું છે. અહી સ્થિતિ સામાન્ય હોવાની તેમને વાત કરી છે, બીજી તરફ ભારતને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોંહમદ તરફથી ખતરો વધી ગયો છે, પુલવામાં અને ઉરી જેવા હુમલાઓને અંજામ આપનારો તેના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાને જેલમુક્ત કરીને કાશ્મીર મામલે બદલો લેવા તૈયાર કર્યો છે, જે ભારતમાં મોટા હુમલાનું ષડયતંત્ર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post