• Home
  • News
  • અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની રેલીમાં આતંકવાદી હુમલો, બોમ્બ બ્લાસ્ટમાં 24 લોકોનાં મોત
post

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની રેલીમાં આતંકવાદી હુમલો, બોમ્બ બ્લાસ્ટમાં 24 લોકોનાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 12:24:51


કાબૂલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ ફરી એક વખત આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠી છે, ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલી પર આતંકવાદી હુમલો કરાયો છે, બોમ્બ બ્લાસ્ટમાં 24 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે, 30 કરતા વધુ લોકો ઘાયલ થયા છે, એક પોલીસ વાહનમાં રેલીના સ્થળે જ આ બ્લાસ્ટ થયો હતો, રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાનના પ્રવક્તા હામિદ અઝીઝે જણાવ્યું છે કે, વિસ્ફોટ થયો તે સમયે રાષ્ટ્રપતિ ગમી ઘટના સ્થળે હાજર હતા, તેમનો બચાવ થયો છે, આગામી મહિને અફઘાનિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે, અને રાષ્ટ્રપતિની ચૂંટણીલક્ષી રેલીમાં આ ઘટના બની છે, થોડા દિવસો પહેલા પણ કાબૂલમાં મોટો આતંકી હુમલો થયો હતો અને તેની જવાબદારી તાલિબાનોએ લીધી હતી અને આજે બીજો મોટો હુમલો થયો છે. જેને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ વખોડી કાઢ્યો છે.


આ હુમલો રાષ્ટ્રપતિના વિરોધીઓને સપોર્ટ કરનારા આતંકી સંગઠને કરાવ્યાંની શક્યતા છે, સેના દ્વારા હુમલાખોરોને શોધવા અભિયાન તેજ કરાયું છે, અને કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.


adv

Related News

post
post
post
post
post
post
post