ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરના કેન્દ્ર બલુચિસ્તાનમાં આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓનો વધારો થયો છે અને હાલના દિવસોમાં સુરક્ષા દળો પર હુમલા વધી ગયા છે
કરાચીઃ પાકિસ્તાન (Pakistan) ના અશાંત બલુચિસ્તાન (Balochistan) પ્રાંતના બે અલગ-અસગ
વિસ્તારમાં શંકાસ્પદ આતંકી દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાની સેના (Pakistani Army) ના ઓછામાં ઓછા પાંચ
સૈનિકના મોત થયા જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે.
ફ્રંટિયર કોરના સૈનિકોને
આતંકીઓએ બનાવ્યા નિશાન
ફ્રંટિયર
કોરના સૈનિકોને નિશાન બનાવીને ગુરૂવારે બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના બહારના
વિસ્તાર અને કોહલુ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ
જણાવ્યું કે,
પ્રથમ
હુમલો ક્વેટાથી બહાર બાઇપાસ વિસ્તારમાં થયો. તેમણે જણાવ્યું કે, અહીં રિમોટ સંચાલિત
બોમ્બને બાઇકમાં રાખીને ફ્રંટિયર કોરના કાફલાને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં એક સૈનિકનું મોત
થયું જ્યારે બેને ઈજા થઈ હતી.
ફાયરિંગનો સૈનિકોએ આપ્યો જવાબ
અધિકારીઓએ
જણાવ્યું કે બીજો હુમલો કોહલુ જિલ્લાના કહાન વિસ્તારમાં થયો જ્યાં શંકાસ્પદ
આતંકવાદીઓએ ફ્રંટિયર કોરની તપાસ ચોકીને ગુરૂવારે મોડી રાત્રે નિશાન બનાવી જેમાં ચાર
સૈનિકના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, હથિયારબંધ હુમલાખારોએ તપાસ ચોકી પર ફાયરિંગ કર્યું
જેનો વળતો જવાબ સૈનિકોએ આપ્યો હતો.
મહત્વનું
છે કે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ના કેન્દ્ર બલુચિસ્તાનમાં
આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે અને હાલના દિવસોમાં સુરક્ષા દળો
પર હુમલાનું પ્રમાણ વધી ગયું છે. 15 ફેબ્રુઆરીએ પણ કચ્છના દુર્ગમ
વિસ્તારમાં રહેલી ફ્રંટિયર કોરની તપાસ ચોકીને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં એક સૈનિકનું મોત
થયું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.