• Home
  • News
  • અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ગોધરાકાંડ બાદ ફરાર હતો
post

અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ગોધરાકાંડ બાદ ફરાર હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 10:56:46

અમદાવાદ: અનેક આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ એવા અમદાવાદના જુહાપુરાનો રહેવાસી આતંકવાદી અબ્દુલ વહાબ શેખ એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો છે. ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરીને આતંકીની ધરપકડ કરી લીધી છે, ગોધરારાંડ બાદ 2003 થી તે ફરાર થઇ ગયો હતો અને સાઉદી અરેબિયામાં રહેતો હતો, જ્યારે તે ભારત આવતો હતો, તેની ગુપ્ત માહિતી ગુજરાત પોલીસને મળતા જ સીધો જ એરપોર્ટ પરથી તેને ઝડપી લીધો હતો, 2002 ગોધરાકાંડ બાદ જે સ્લીપર સેલ સક્રિય થયા હતા, તેમાં તેને અનેક યુવાનોને ઉશ્કેરીને આતંકી ગતિવિધિઓમાં સામેલ કરી દીધા હતા,એટલું જ નહીં કેટલાક મુસ્લિમ યુવાનોને તેને ટ્રેનિંગ માટે એલઓસી પાર મોકલ્યાં હતા, તે આતંકી સંગઠનોને આર્થિક મદદ પણ કરતો હતો, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમંદ અને આઇએસઆઇ સાથે તેના સંપર્ક હતા, તે વીએચપીના હિન્દુ નેતાઓની હત્યા કરીને ગોધરાકાંડનો બદલો લેવા માંગતો હતો.

અમદાવાદમાં વર્ષ 2003માં 82 લોકોની વિરુદ્ધમાં ગુનો નોંધાયો હતો, જેમાંથી 12 લોકો ફરાર હતા, તેમાનો એક અબ્દુલ વહાબ શેખ 16 વર્ષ પછી પકડાઇ ગયો છે, પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતુ, વીએચપીના જયદીપ પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી, જો કે તેમનો બચાવ થયો હતો, આ ષડંયત્રમાં પણ તેનો હાથ હતો, તે શહેરના જુહાપુરમાં રહીને લોકોની ઉશ્કેરણી કરીને હિન્દુ નેતાઓની હત્યાનું ષડયંત્ર કરી રહ્યો હતો, અને 2003 માં ફરાર થઇ ગયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post