• Home
  • News
  • ત્રાલમાં સેનાને મળી સફળતા, અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા
post

5 ફેબ્રુઆરીએ પણ અથડામણમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક CRPF જવાન શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 10:23:02

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે વહેલી સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, ત્રાલના અવંતિપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ જવાબી કાર્યવાહીમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ પહેલાં 5 ફેબ્રુઆરીએ પણ 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જોકે આ અથડામણમાં CRPFના એક જવાન શહીદ થયા હતા.

મહિનામાં 4 મોટા એન્કાઉન્ટર, 8 આતંકીઓને ઠાર કરાયા
31
જાન્યુઆરી: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રકમાં છુપાયેલા 4-5 આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો. ટ્રક નગરોટાના ટોલ પ્લાઝા પર ચેકિંગ માટે રોકવામાં આવી હતી. ત્યારપછી સેનાએ તે વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અથડામણમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક પોલીસ જવાન ઘાયલ થયા હતા. ટ્રકનો ડ્રાઈવર પુલવામામાં હુમલો કરનાર આદિલ ડારનો પિતરાઈ ભાઈ હતો અને તે જ આતંકીઓને ગાઈડ કરી રહ્યો હતો.


25
જાન્યુઆરી: પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં 2 પાકિસ્તાની આતંકી કારિ યાસિર અને બુરહાન શેખને ઠાર કરવામાં આવ્યા હતા. યાસિર જૈશ-એ-મોહમ્મદના કાશ્મીર વિસ્તારનો કમાન્ડર હતો.

20 જાન્યુઆરી: શોપિયાં જિલ્લામાં અથડામણ દરમિયાન હિજબુલ મુઝાહિદ્દીનના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
21
જાન્યુઆરી: પુલવામા જિલ્લાના અવંતિપોરામાં અથડામણમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સેનાના એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસનો SPO શહીદ થયા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post