• Home
  • News
  • આતંકવાદીઓની નવી યોજના:આતંકીઓનું નેટવર્ક સંપૂર્ણપણે ડાર્ક વેબ પર શિફ્ટ થવાનો ભય
post

સુરક્ષા એજન્સીઓને શંકા છે કે હવે આ નેટવર્ક સંપૂર્ણપણે ડાર્ક વેબ પર શિફ્ટ થઈ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 12:16:39

કેન્દ્ર સરકારની સોશિયલ મીડિયા ગાઈડલાઈનમાં કહેવાયું છે કે, હવે સુરક્ષા એજન્સીઓના કહેવાથી સર્વિસ પ્રોવાઈડરોએ કોઈ પણ શંકાસ્પદ મેસેજનું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તોડીને સંપૂર્ણ ડિટેઈલ આપવી પડશે. જોકે, આ નિયમથી સુરક્ષા એજન્સીઓ જ ચિંતામાં મૂકાઈ ગઈ છે. તેનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલતા કેટલાક ગ્રૂપ્સ આ ગાઈડલાઈન પછી અચાનક ગાયબ થઈ ગયા છે.

તેમાં સામેલ મોબાઈલ નંબરો પણ બીજા કોઈ એપ પર શિફ્ટ થઈ ગયા છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર મોજુદ આતંકી નેટવર્કમાં ઘૂસી ચૂકેલી સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, હવે આ નેટવર્ક સંપૂર્ણપણે ડાર્ક વેબ પર શિફ્ટ થઈ શકે છે. આ ચિંતાના કારણે સુરક્ષા એજન્સીઓમાં જ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તોડવું જોઈએ કે ના તોડવું જોઈએ, તે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, એન્ક્રિપ્શન ટૂલ નોન મિલિટરી સ્પેસમાં આવ્યાના ઘણાં સમય પહેલાં 2007માં જ અલ કાયદાએ મુજાહિદ્દિન સિક્રેટ્સનામે પોતાનું એન્ક્રિપ્શન ટૂલ બનાવી લીધું હતું. આવી એપ્સ પર નજર રાખવી સુરક્ષા એજન્સીઓ માટે લગભગ અશક્ય છે.

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તોડવાથી ચિંતા કેમ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એક મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરો છો, ત્યારે તે એક કોડમાં બદલાઈ જાય છે. આ કોડ ખોલવાની ચાવી ફક્ત તમારી અને તમે જેને મેસેજ મોકલ્યો છે, તેની પાસે હોય છે. સોશિયલ મીડિયા કંપનીઓ પ્રાઈવેસીનો દાવો કરતા ત્યાં સુધી કહે છે કે, તમને મોકલેલો એ મેસેજ તેઓ વાંચી નથી શકતી. જોકે, નવી ગાઈડલાઈન પ્રમાણે તો કોડ તોડવાની મંજૂરી અપાય, તો આતંકી જૂથો ડાર્ક વેબ પર જતા રહેશે, જેને ટ્રેક કરવા અશક્ય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post