• Home
  • News
  • વાયુસેનાની તાકત વધી / એરફોર્સ ચીફ ભદૌરીયાએ સુલૂર એરબેસથી તેજસની ઉડાન ભરી, 18મા સ્ક્વોડ્રોન 'ફ્લાઇંગ બુલેટ્સ'નો સમાવેશ કર્યો
post

સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ એલસીએ તેજસનું ઉડાન કરનારો આ બીજો સ્કવોડ્રોન હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 12:11:20

કોઈમ્બતૂર: વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરીયાએ આજે વાયુસેનાના નંબર 18 સ્ક્વોડ્રોન ફ્લાઇંગ બુલેટની ઉડાન ભરી.  આ સ્ક્વોડ્રોન એલસીએ તેજસ એફઓએસ વિમાનથી સજ્જ છે અને એલસીએ તેજસને ઉડાન કરનારો બીજો સ્ક્વોડ્રન બન્યો છે.

ભદૌરીયાએ અત્યાર સુધીમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટ સહિતના 28થી વધુ પ્રકારના વિમાનો ઉડાવ્યા છે. ભદૌરીયા ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને પાઇલટ એટેક ઇન્સ્ટ્રક્ટર પણ છે.

1971ના યુદ્ધમાં 18મો સ્ક્વોડ્રોનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
તેજસથી સજ્જ બીજો સ્ક્વોડ્રોન અને એરફોર્સનો 18મો સ્ક્વોડ્રોન 1965માં સ્થાપિત થયો હતો. પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 15 એપ્રિલ 2016ના રોજ સ્કવોડ્રોનને હટાવવામાં આવ્યો હતો. અગાઉ તેમાં મિગ -27 વિમાન શામેલ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post