• Home
  • News
  • શસ્ત્રોથી સજ્જ 6 રાફેલ આવતા મહિને મળે તેવી શક્યતા, ફાઈટર જેટમાં 150 કિ.મી રેન્જની મીડિયર મિસાઈલ પણ હશે
post

રાફેલ જેટ ફ્રાંસથી ભારત વચ્ચે 7 હજાર કિલોમીટરથી વધારે અંતર કાપશે. મધ્ય પૂર્વમાં બ્રેક પણ લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 11:52:55

નવી દિલ્હી: લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય હવાઈ દળની શક્તિમાં વધારો થઈ રહ્યો છે. ભારતને આગામી મહિનાના અંત સુધીમાં શસ્ત્રોથી સજ્જ 6 રાફેલ ફાઈટર જેટ મળે તેવી શક્યતા છે.

ન્યૂઝ એજન્સએ સરકારી સૂત્રોને ટાંકી માહિતી આપી હતી કે આ રાફેલમાં 150 કિલોમીટર સુધી લક્ષ્યાંકને વેધી શકે તેવી મીડિયર મિસાઈલ પણ હશે. તેને લીધે ભારતીય હવાઈ દળ ચીનની તુલનામાં વધુ મજબૂત સ્થિતિમાં આવી જશે.

થોડા સમયમાં જ ઓપરેશન માટે તૈયાર થશે જેટ્સ-સૂત્રો
સૂત્રોએ કહ્યુ છે કે હવાઈ દળના પાયલટ્સની ફ્રાંસમાં જે તાલીમ (Trainning) થઈ રહી છે તેના પર ઘણો ખરો આધાર રહેલો છે. જુલાઈના અંત ભાગ સુધીમાં આપણને 6 રાફેલ વિમાન મળી શકે છે. આ વિમાનો શસ્ત્રોથી સજ્જ હશે અને થોડા દિવસોમાં જ ઓપરેશનમાં સામેલ થઈ જવા માટે સજ્જ હશે.

જોકે, અગાઉ અમ્બાલામાં 4 રાફેલ આવે તેવી યોજના હતી. તેમા 3 બે-સીટર ટ્રેનર વર્જન એરક્રાફ્ટ હશે, જેના મારફતે અંબાલા એરપોર્ટ સ્ટેશન પર પાયલટને તાલીમ આપવામાં આવશે. અંબાલા જ ભારતમાં રાફેલ જેટ્સનો પ્રથમ બેઝ હશે. બીજો બેઝ બંગાળના હાશીમારામાં હશે.

ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પર ભાર
મળતી માહિતી પ્રમાણે ભારત આવનાર એરક્રાફ્ટની સંખ્યા વધારે હોઈ શકે છે. આ અંગેનો નિર્ણય વર્તમાન જરૂરિયાત તથા ફ્રાંસમાં તાલીમ લઈ રહેલા પાયલોટની તાલીમ જરૂરિયાતોને ધ્યામાં રાખીને કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ સંક્રમણની સ્થિતિમાં પણ ભારતીય હવાઈ દળ શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે કે જેટ્સને ભારત પહોંચાડતા પહેલા જમીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી લેવામા આવે.

ગોલ્ડન એરોના પાઈલટ પ્રથમ વખત રાફેલને ઉડ્ડયન કરશે
ફ્રાંસથી મિડલ ઈસ્ટ આવતી વખતે ફ્રાંસના એરફોર્સના એક ટેન્કર એરક્રાફ્ટ હવામાં જ રાફેલની રી-ફ્યુલિંગ કરશે. મધ્ય-પૂર્વમાં વિમાન ઉતરશે અને પછી ભારત માટે ઉડ્ડયન ભરશે. આ સમયે ભારતીય હવાઈ દળના વિમાન રાફેલની મિડ એર રી-ફ્યુલિંગ કરશે. રાફેલ ફ્રાંસથી સીધા જ ભારત માટે ઉડ્ડયન ભરી શકે છે.

સપ્ટેમ્બર,2016માં થઈ હતી આ ડીલ
ભારતે સપ્ટેમ્બર,2016માં ફ્રાંસ સાથે 36 રાફેલની ડીલ કરી હતી. આ ડીલ 60 હજાર કરોડ રૂપિયાની છે. એર ચીફ માર્શલ બીએસ ભદૌરિયા તે સમયે ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ હતા. પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખી મીડિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલથી સજ્જ રાફેલ ભારતને એર સ્ટ્રાઈક અને તે પ્રકારના ઓપરેશનમાં ઘણી પ્રગતિ હાંસલ કરી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post