• Home
  • News
  • ભચાઉના કડોલ નજીક કુંજ પક્ષીઓના કલરવથી માહોલ ગુંજી ઉઠ્યો, સમૂહમાં દાણા ચણતા આ પક્ષીઓને જોવા તે અનેરો લ્હાવો
post

મધ્ય યુરેસિયામાં રહેતા કુંજ પક્ષીઓ પ્રજનન ક્રિયા માટે ભારતમાં શિયાળો ગાળવા આવતા હોય

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:38:23

કચ્છ: ભચાઉની ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલા રણ પાસેના કડોલ ગામ ખાતે દર વર્ષે કુંજ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. પરમેશ્વર દાદાની જગ્યાના મેદાનમાં સેંકડોની સંખ્યમાં પ્રવાસી પક્ષીઓ પડાવ નાખતા હોય છે. આ પક્ષીઓનો ગગનભેદી કુંજરવ માહોલને અદુભૂત બનાવી જાય છે. જ્યાં સખીદાતાઓના આર્થિક સહયોગથી સ્થાનિક મંડળ દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. સમૂહમાં દાણા ચણતા અને આકાશમાં ઉડતા આ કુંજ પક્ષીઓને જોવા અનેરો લ્હાવો બની રહે છે.

મધ્ય યુરેસિયામાં રહેતા કુંજ પક્ષીઓ પ્રજનન ક્રિયા માટે ભારતમાં શિયાળો ગાળવા આવતા હોય છે. આ પક્ષીઓનું ભારત અને તેની સંસ્કૃતિમાં અનેરું સ્થાન રહેલું છે. એવા કુંજ પક્ષીઓ માર્ચ મહિના સુધી વાગડના અનેક વિસ્તારોમાં જોવા મળતા હોય છે. થોડા દિવસો પૂર્વે ભચાઉ તાલુકાના કડોલ ગામ પાસે તેમનો પડાવ સામે આવ્યો હતો. આમતો ગામના સ્થાનિક યુવક મંડળ દ્વારા છેલ્લા સાત-આઠ વર્ષથી પરમેશ્વર દાદાના મંદિર પાસે પક્ષીઓ માટે દાણા પાણીની નાખવામાં આવતા રહે છે. સ્થાનિક સાથે મુંબઇ, સુરત સહિતના સખી દાતાઓના આર્થિક સહયોગથી આ ચણ નાખવામાં આવે છે. જેનું સંચાલન વેલજી આહીર સંભાળી રહ્યાનું ગામના સવજી બેચર આહિરે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post