• Home
  • News
  • ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે જ બિગ બેશ લીગ શરૂ થશે; 65 દિવસમાં 61 મેચ રમાશે
post

આ વર્ષે બિગ બેશ લીગ 3 ડિસેમ્બરે શરૂ થશે, ફાઇનલ 7 ફેબ્રુઆરીએ રમવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 11:49:25

કોરોનાવાઈરસથી બિગ બેશ લીગ (BBL)ની 10મી સીઝન પ્રભાવિત નહિ થાય. આ લીગ 3 ડિસેમ્બરથી શરૂ થશે. ફાઇનલ 6 ફેબ્રુઆરીએ રમવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દરમિયાન જ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ રમી રહી હશે. વુમન્સ બિગ બેશ લીગ 17 ઓક્ટોબરથી 29 નવેમ્બર વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયન બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું નથી કે લીગ દરમિયાન ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે કે નહિ.

એડિલેડ ઓવલ ખાતે પ્રથમ મેચ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે BBL 2020-2021નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. 3 ડિસેમ્બર 2020થી 6 ફેબ્રુઆરી 2021 વચ્ચે કુલ 61 મેચ રમાશે. તેમાં પાંચ દિવસ કોઈ મેચ નહિ રમાય.  જે દિવસે BBLની પહેલી મેચ હશે, તે દિવસે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. BBL 10મી સીઝનની પહેલી મેચ સ્ટ્રાઈકર્સ અને રેનેગેડ્સ વચ્ચે એડિલેડ ઓવલમાં રમાશે. 

ઓસ્ટ્રેલિયન બોર્ડે શું કહ્યું?
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, અમે 61 મેચનું શેડ્યૂલ બહાર પાડી રહ્યા છીએ. પાંચ ટીમનું ફાઇનલ ફોર્મેટ પણ તેનો એક ભાગ છે. શરૂઆતની આઠ મેચો પછી પાંચ દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ઓવલ ખાતે 11થી 15 ડિસેમ્બર દરમિયાન ડે-નાઈટ ટેસ્ટ રમાવવાની છે. 

BBLના હેડ એલિએસ્ટર ડોબ્સને કહ્યું કે, "ઓસ્ટ્રેલિયામાં કોવિડ -19 ના 9,000 કેસ નોંધાયા છે. અમારે સાવધાની રાખવી પડશે. આ માટે, તમામ રાજ્ય સરકારો સિવાય, અમે કેન્દ્ર સરકારના સંપર્કમાં પણ છીએ. બાયોસિક્યુરિટી નિષ્ણાતો, ક્લબ, બ્રોડકાસ્ટર્સ અને ખેલાડીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. અમે તેમના સૂચનો માંગ્યા છે. BBL સાથે સંકળાયેલા દરેકને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું પડશે."

 

adv

Related News

post
post
post
post
post
post
post