• Home
  • News
  • વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ભારે મોટી ચૂકઃ હેલિકોપ્ટર પાસે બલૂન ઊડાડાયાં
post

એસપીજી સહિત કેન્દ્ર-રાજ્યની એજન્સીઓએ તપાસ ચાલુ કરી : બલૂન છોડનારા કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:09:03

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કે બહુ મોટી ચૂક રુપે આજે તેમનાં હેલિકોપ્ટર પાસે કાળાં બલૂન ઊડાડાયાં હતાં. આ કૃત્યથી કોઈપણ દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. વડાપ્રધાનના હેલિકોપ્ટર નજીક બલૂન દેખાતાં સુરક્ષા એજન્સીઓ હાંફળીફાંફળી બની ગઈ હતી. આ બલૂન ઊડાડનારા કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 

વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર ગણ્ણવરમ એરપોર્ટ પરથી રવાના થયું તે જ વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનના ભાગ રુપે કાળા રંગના બલૂન છોડયાં હતાં. આ બલૂન વડાપ્રધાનના હેલિકોપ્ટરની નજીક પહોંચ્યાં હતાં. એક સ્થળે બંધાઈ રહેલી ઈમારતની છત પર કોંગ્રેસના કાર્યકરો બલૂન છોડી રહ્યા છે અને મોદી ગો બેકના નારા પોકારી રહ્યા છે તેવો ે વીડિયો પણ વાયરલ થયો હતો. 

જોકે, બલૂન જોઈને સુરક્ષા એજન્સીઓ તરત સતર્ક થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી લીધીહ તી. ક્રિષ્ણા જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં કોંગ્રેસના વધારે કાર્યકરોની ધરપકડ થઈ શકે છે. ઝડપાયેલા ચારેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે વિજયવાડા આવ્યા હતા. તેમણે રાત્રિ રોકાણ હૈદરાબાદમાં કર્યું હતું.  તેઆ  આંધ્રમાં અલ્લુરી સિતારામ રાજુની ૧૨૫મી બર્થ એનિવર્સરીની ઉજવણીમાં ભાગ લેવા માટે ે વિજયવાડા  પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે તેમની સામે દેખાવો યોજ્યા હતા. 

જોકે, કાર્યકરોએ વિરોધ દેખાડવા માટે કાળા રંગના બલૂન પણ છોડતાં તેમની સુરક્ષા વ્યવસ્થામાં બહુ મોટી ખામીનો પર્દાફાશ થયો હતો. પીએમની મુલાકાતનાં સ્થળ આસપાસ કડક બંદોબસ્ત હોય છે. સમગ્ર વિસ્તાર સેનિટાઈઝ કરવામાં આવે છે. ખાસ કરીને વિરોધ દેખાવો વગેરે જેવી શક્યતાઓના સંદર્ભમાં આગોતરાં અટકાયતી પગલાં ભરવ ામાં  આવે છે. આમ છતાં કોંગ્રેસના કાર્યકરો છેક એરપોર્ટ પાસે કેવી રીતે પહોંચી ગયા અને ત્યાં સુધી તેઓ બલૂન લઈ જઈને કેવી રીતે છોડી શક્યા અને તેમની હિલચાલ પર કોઈ સુરક્ષા એજન્સીનું ધ્યાન પણ કેમ ના ગયું વગેરે અનેક સવાલો ઊભા થતાં  કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓએ તપાસ શરુ કરી છે. વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો સંભાળતાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સહિતની એજન્સીઓએ આ સમગ્ર પ્રકરણમાં તપાસ ચાલુ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ગયા જાન્યુઆરી માસમાં વડાપ્રધાન મોદીની પંજાબની મુલાકાત વખતે પણ આ રીતે તેમની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ હતી. ત્યારે ફિરોઝપુરમાં હુસૈનીવાલા ખાતે તેમનો કાફલો એક ફ્લાયઓવર પર દેખાવોને કારણે અટવાઈ ગયો હતો. તે પછી વડાપ્રધાનની સુરક્ષા અંગે ભારે ચર્ચા છેડાઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post