• Home
  • News
  • Tamil Nadu માં 20 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે BJP, AIADMK સાથે કર્યું ગઠબંધન
post

તમિલનાડુમાં હાલની વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પુરો થઇ રહ્યો છે. ગત 10 વર્ષોમાં અહીં AIADMK સત્તામાં છે. આ પહેલાં AIADMK એ 6 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 11:02:10

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly election) માં 20 સીટો પર ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી કન્યાકુમારી સીટ પરથી લોકસભાની પેટાચૂંટણીમાં પણ પોતાના ઉમેદવાર ઉતરવા જઇ રહી છે. ભાજપ તમિલનાડુમાં અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK) સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા જઇ રહી છે.  

તમને જણાવી દઇએ કે તમિલનાડુમાં હાલની વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પુરો થઇ રહ્યો છે. ગત 10 વર્ષોમાં અહીં AIADMK સત્તામાં છે. આ પહેલાં AIADMK એ  6 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી હતી. તેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુખ્યમંત્રીના પલાનીસ્વામી અને ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમનું નામ પણ સામેલ હતા. 

સીએમ પલાનીસ્વામી એડાપડ્ડીથી અને ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમ બોદિનાયકનૂરથી ચૂંટણી લડશે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી સિંગલ ફેજમાં 6 એપ્રિલના રોજ થશે અને મતગણતરી 2 મેના રોજ થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post