ગૃહમંત્રી શાહે કહ્યું- સેન્ટ્રલ ફોર્સ તૈનાતી વધારવામાં આવે; મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કાબૂમાં લેવાના પ્રયાસો
નવી દિલ્લી: ગૃહ પ્રધાન અમિત શાહે
સોમવારે (17 જૂન) દિલ્હીમાં મણિપુર હિંસા અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક યોજી
હતી. એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય મૈતેઈ અને કુકી સમુદાયો સાથે
વાત કરશે. ગૃહ પ્રધાન શાહે રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશીને વિસ્થાપિત લોકો અને
તેમના પુનર્વસન માટે યોગ્ય આરોગ્ય-શિક્ષણ સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો
હતો. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે
રાજ્યમાં કેન્દ્રીય દળોની તૈનાતી જરૂરિયાત મુજબ વધારવામાં આવશે. રાજ્યમાં શાંતિ
અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે દળોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા જોઈએ, તેમજ મણિપુરમાં હિંસા
ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
બેઠકમાં મોટા અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા:
શાહની બેઠકમાં
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા તપન ડેકા, આર્મી ચીફ જનરલ મનોજ
પાંડે, મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ, મણિપુરના મુખ્ય સચિવ
વિનીત જોશી, મણિપુરના ડીજીપી રાજીવ સિંહ અને આસામ રાઈફલ્સના ડીજી પ્રદીપ ચંદ્રન નાયર હાજર
હતા.
મોહન ભાગવતે પણ મોદી સરકારને કરી
હતી ટકોર:
10 જૂને, મોદી કેબિનેટના શપથ
લીધાના એક દિવસ પછી, RSS ચીફ મોહન ભાગવતે કહ્યું હતું - મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે.
છેલ્લા 10 વર્ષથી રાજ્યમાં શાંતિ હતી, પરંતુ અચાનક ત્યાં ગન કલ્ચર વધી ગયું. આ સમસ્યાનો
પ્રાથમિકતાના આધારે ઉકેલ આવે તે જરૂરી છે. આના એક દિવસ પહેલા
(રવિવાર, 16 જૂન) ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
હતી. જેમાં તેમણે અધિકારીઓને આતંકવાદ અને આતંકવાદીઓના મદદગારો સામે કડક કાર્યવાહી
કરવાનો નિર્દેશ આપ્યો છે.